-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
અમદાવાદનો વિચિત્ર કિસ્સો : મહિલાએ તેના પતિ સાથે સંબંધ રાખવા પાડોશી મહિલાને ધમકી આપી
મારા પતિ સાથે સબંધ કેમ નથી રાખતી કહી ગાળાગાળી કરી :તેણે એસિડ ફેંકીને ચહેરો બાળવા ધમકી દીધી

અમદાવાદ : શહેરના ઇસનપુર વિસ્તારમાં મહિલાએ પોતાના પતિ સાથે શારીરિક સંબંધ રાખવા માટે દબાણ કરી પાડોશી મહિલા પર એસિડ ફેંકવાનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે ,પતિ અને પત્નીએ ભેગા મળી મહિલાને શારીરિક સંબંધ રાખવા દબાણ કરી ધમકી આપી હતી. ઇસનપુર પોલીસે પતિ-પત્ની સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ઇસનપુર વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં 38 વર્ષની મહિલા તેના પતિ સાથે છૂટાછેડા બાદ તેના પુત્ર સાથે રહે છે. પાડોશમાં રહેતી મહિલા સાથે તેને સારા સંબંધો હતા. થોડા દિવસ પહેલા પાડોશની મહિલા તેના ઘરે આવી હતી અને તું મારા પતિ સાથે કેમ સંબંધ નથી રાખતી કહીને તેની સાથે ગાળાગાળી કરી હતી. આ ઉપરાંત તેણે એસિડ ફેંકીને ચહેરો બાવાની ધમળી દેકી પણ આપી હતી.
મળતી માહિતી મુજબ ધૂળેટીના દિવસે ફ્લેટના સભ્યો પાર્કિંગમાં ધૂળેટી રમતાં હતા. દરમિયાન ફરિયાદી મહિલાના પાડોશમાં રહેતી મહિલા હાથમાં એસિડની બોટલ લઈને આવી હતી અને ફરિયાદીને કહ્યું હતું કે, "તને મેં મારા પતિ સાથે શારીરિક સંબંધ રાખવા કહ્યું હતું તો કેમ રાખતી નથી?" આવું કહીને મહિલાએ ફરિયાદી પર હાથમાં રહેલી બોટલમાંથી એસિડ ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, મહિલા ત્યાંથી દોડી ઘરમાં જતી રહી હતી.
આ દરમિયાન મહિલાના પતિએ પણ ઊંચી પહોંચ ધરાવતા હોવાનું જણાવી ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.