-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
ઈન્ટરનેશનલ ફ્લાઈટથી સુરત આવતા યાત્રીઓ માટે 1000 બેડનો ખાસ કોરેન્ટાઈન વોર્ડ તૈયાર
શાહજહાં ફ્લાઇટના તમામ યાત્રીઓને એરપોર્ટથી આ વોર્ડમાં લઈ આવવામાં આવશે
સુરત : કોરોના વાયરસની દહેશતને કારણે સુરત મનપા દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે ત્યારે ઇન્ટરનેશનલ ફ્લાઇટના મુસાફરો માટે એક હજાર બેડનો કોરેન્ટાઈન વોર્ડ વીર નર્મદ દક્ષિણ ગુજરાત ખાતે આવેલા સમરસ બોયઝ હોસ્ટલમાં તૈયાર કરાયો છે
સુરત એરપોર્ટ પર આવતા શાહજહાં ફ્લાઇટના તમામ યાત્રીઓને એરપોર્ટથી આ વોર્ડમાં લઈ આવવામાં આવશે અને તેમની મેડિકલ તપાસ કરાશે. આ વોર્ડનું નિરીક્ષણ કરવા માટે સુરત જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશન હાજર રહ્યા હતા.
સુરતના ઉધના-મગદલ્લા રોડ ઉપર આવેલા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સમરસ હોસ્ટેલમાં કોરેન્ટાઈન વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે વિદેશથી આવતા તમામ લોકોને ફરજીયાત 14 દિવસ સુધી સરકાર દ્વારા ઊભા કરવામાં આવેલા કોરેન્ટાઈન વોર્ડમાં રાખવાની ગાઇડલાઇન જાહેર કરી છે. જેથી સુરતમાં પણ દર અઠવાડિયે આવતી ચાર ફોરેન ફ્લાઈટમાંથી આવતા મુસાફરોને 14 દિવસ સુધી નિરીક્ષણમાં રાખવા માટે આ કોરેન્ટાઈન વોર્ડ બનાવવામાં આવ્યો છે, જેમાં હાલ 500 બેડ છે અને 500 બેડની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે. ટૂંક સમયમાં આ સંખ્યા વધારી 1000 બેડની સુવિધા પૂરી પાડવામાં આવશે.
અહીં ચોવીસ કલાક મેડિકલ અને ડોક્ટરોના સ્ટાફ વિદેશથી આવે વિદેશથી આવેલા યાત્રીઓ માટે સજ્જ રહેશે. આજે સુરત જિલ્લા કલેક્ટર ધવલ પટેલ, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાણી, અને પોલીસ કમિશનર આર.બી બ્રહ્મભટ્ટે આ વોર્ડની મુલાકાત કરી હતી. સુરત એરપોર્ટ પર વિદેશથી આવતા યાત્રીઓને બસમાં લઈ જવામાં આવશે. એરપોર્ટ પર યાત્રીઓના પરિવારજનો પણ મળી શકશે નહિ. આ અંગે જિલ્લા કલેક્ટર ડૉ. ધવલ પટેલે જણાવ્યું હતું કે, સરકારની ગાઈડલાઈન મુજબ પગલાં ભરવામાં આવી રહ્યા છે. મેડિકલ ટીમ રાઉન્ડ ધ ક્લોક કાર્યરત રહેશે. સુરત એરપોર્ટ પર આવતા મુસાફરોને પોતાના પરિવારથી દૂર રહેવા અપીલ કરાઈ છે.
હાલ અહીં 500 બેડની સુવિધા છે અને જલ્દી જ 1000 બેડની સુવિધા ઉભી કરી દેવાશે. શારજાહથી આવતા મુસાફરોને ક્વોરીન્ટાઇન કરવામાં આવશે. મુસાફરોને જમવા સહિતની તમામ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. કોરોના સામે લડવા માટે તંત્ર દ્વારા સાવચેતી અને તકેદારીના પગલાં ભરવામાં આવી રહ્યાં છે. શારજાહથી આવતા તમામ મુસાફરોને સમરસ હોસ્ટેલમાં 14 દિવસ માટે રાખવામાં આવશે.