-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
દેશભરમાં ગુજરાતની પહેલ :ધો-૭ થી ૯ અને ૧૧ના વિદ્યાર્થીઓને ઘેર બેઠા પૂનરાવર્તન-રિવીઝન વિષય નિષ્ણાંતો પ્રાદેશિક ટી.વી ચેનલ્સના માધ્યમથી કરાવશે
મુખ્યમંત્રીનો રાજ્યની શાળાઓના વિદ્યાર્થીઓના વ્યાપક હિતમાં સંવેદનાસ્પર્શી નિર્ણય: ધો,૭ થી ૯ અને ૧૧ ના વિદ્યાર્થીઓને મહત્વના વિષયોનું ઘેર બેઠા:પૂનરાવર્તન-રિવીઝન વિષય નિષ્ણાંતો પ્રાદેશિક ટી.વી ચેનલ્સના માધ્યમથી કરાવશે:. ૧૯ માર્ચથી ર૮ માર્ચ દરમિયાન દરરોજ ૧-૧ કલાક પ્રાદેશિક ચેનલ્સ પરથી પ્રસારણ થશે

અમદાવાદ : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યની શાળાઓના વિદ્યાર્થીઓના અભ્યાસ હિતનો દેશભરમાં પ્રથમ નવતર પહેલરૂપ વિદ્યાર્થીલક્ષી નિર્ણય કર્યો છે.
વિશ્વભરમાં ફેલાયેલા કોરોના વાયરસની પ્રવર્તમાન પરિસ્થિતીમાં રાજ્યની શાળા-કોલેજોના વિદ્યાર્થીઓને આ વાયરસથી સંક્રમિત થતા બચાવવા તકેદારી રૂપે રાજ્યની શાળા-કોલેજો બંધ હોવાથી શાળાના બાળકોનો અભ્યાસ ન બગડે તે માટે વિજયભાઇ રૂપાણીએ એક અભિનવ પ્રયોગ દ્વારા દેશમાં શાળા-શિક્ષણ પ્રાદેશિક ચેનલ્સના માધ્યમથી વિદ્યાર્થીઓને ઘરે બેઠા પુરૂં પાડવાનો સંવેદનસ્પર્શી અભિગમ અપનાવ્યો છે.
મુખ્યમંત્રીના દ્રષ્ટિવંત નેતૃત્વ અને પ્રેરણા માર્ગદર્શનથી ગુજરાત સમગ્ર દેશમાં આ પ્રકારની પહેલ કરનારૂં પ્રથમ રાજ્ય બન્યું છે.
મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણય અનુસાર રાજ્યની શાળાઓના ધોરણ ૭ થી ૯ અને ધોરણ-૧૧ના વિદ્યાર્થીઓને મહત્વના વિષયોનું રિવિઝન-પૂનરાવર્તન જે તે વિષય નિષ્ણાંત શિક્ષકોની મદદથી પ્રાદેશિક ટી.વી ચેનલ્સ દ્વારા કરાવાશે.
વિદ્યાર્થીઓ પ્રવર્તમાન પરિસ્થિતીમાં ઘેર બેઠા સુરક્ષિત રહી ટી.વી ચેનલના માધ્યમથી વિષયોનું રિવિઝન – અભ્યાસ કરી શકશે.
આવતીકાલ ગુરૂવાર તા. ૧૯ માર્ચથી ર૮ માર્ચ સુધી દરરોજ આ પ્રકારે ૧-૧ કલાકનું ઓનલાઇન શિક્ષણ ટી.વી ચેનલ્સ દ્વારા અપાશે.
તદ્દઅનુસાર ધોરણ-૭ થી ૯ માં ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી વિષયોનું વિષય નિષ્ણાંત શિક્ષકો દ્વારા શિક્ષણ અપાશે તેમજ ધોરણ-૧૧માં ફિઝીકસ, કેમેસ્ટ્રી, બાયોલોજી, મેથ્સ, એકાઉન્ટન્સીના વિષયોનો અભ્યાસ વિષય નિષ્ણાંત શિક્ષકો કરાવશે.
મુખ્યમંત્રીના આ નિર્ણય મુજબ ધોરણ-૭ ના ક્રમશ: વિજ્ઞાન, અંગ્રેજી અને ગણિતના વિષયોનું રિવીઝન – શિક્ષણ ન્યૂઝ-૧૮ ગુજરાતી ચેનલ પરથી બપોરે ૧ર થી ૧, મંતવ્ય ચેનલ પરથી બપોરે ૩ થી ૪ અને જીટીપીએલ ચેનલ પરથી બપોરે ૧૧-૩૦ થી ૧ર-૩૦.
ધોરણ-૮ના ક્રમશ: વિજ્ઞાન, અંગ્રેજી અને ગણિતના વિષયોનું રિવીઝન – શિક્ષણ વી-ટીવી પરથી બપોરે ર થી ૩, ઝી-ર૪ કલાક પરથી બપોરે ૧૧ થી ૧ર અને વી-આર લાઇવ પરથી સાંજે ૫ થી ૬.
ધોરણ-૯ના ક્રમશ: વિજ્ઞાન, અંગ્રેજી અને ગણિતના વિષયોનું રિવીઝન – શિક્ષણ એપીબી અસ્મિતા પરથી બપોરે ર થી ૩, જીએસટીવી પરથી સાંજે ૪ થી પ અને નિર્માણ ન્યૂઝ પરથી સાંજે પ થી ૬ દરમિયાન અપાશે.
ધોરણ-૧૧માં ક્રમશ: કેમેસ્ટ્રી, ફિઝીકસ અને બાયોલોજીના વિષયોનું રિવીઝન-શિક્ષણ ટીવી-૯ પરથી બપોરે ૧ર-૩૦ થી ૧ અને ૩-૩૦ થી ૪ સુધી, સંદેશ ન્યૂઝ ચેનલ પરથી બપોરે ૩ થી ૪, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પરથી બપોરે ૪ થી પ અને દૂરદર્શન કેન્દ્ર અમદાવાદ પરથી બપોરે ૩ થી ૪ દરમિયાન અપાશે.
જે પ્રાદેશિક ચેનલો ધોરણ-૧૧ના વિષયોનું રિવીઝન-શિક્ષણ આપવાની છે તે ચેનલ તા. ર૭ માર્ચના રોજ ધોરણ-૧૧ના મેથ્સના વિષયનું રિવીઝન-શિક્ષણ અને તા. ર૮ માર્ચે એકાઉન્ટન્સીનું રિવીઝન-શિક્ષણ અપાશે.