-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
‘દિલ તો પાગલ હૈ' અને ‘રાજા હિન્દુસ્તાની' ફિલ્મની પહેલા મને ઓફર થઇ હતી, મને અફસોસ છે કે મેં આ ફિલ્મો ફગાવી દીધી ને કરિશ્મા કપૂરના નસીબ ખુલ્યાઃ જુહી ચાવલા

નવી દિલ્હી: અભિનેત્રી જૂહી ચાવલાએ કરિશ્મા કપૂરને લઇને કહ્યું કે કરિશ્માનું કરિયર જો સફળ થયું છે, તો તેનું કારણ છે જૂહીએ કહ્યું કે કરિશ્માને બે ફિલ્મો 'દિલ તો પાગલ હૈ અને રાજા હિંદુસ્તાની, પહેલા તેમને ઓફર થઇ હતી અને પછી આ બ્લોકબસ્ટર સાબિત થઇ. જૂહી ચાવલાને એ વાતનો અફસોસ છે કે તેમણે આ ફિલ્મો ફગાવી દીધી હતી.
તમને જણાવી દઇએ કે એક દૌર હતો જ્યારે કરિશ્મા કપૂર, માધુરી દીક્ષિત અને જૂહી ચાવલા આ ત્રણેય અભિનેત્રીનો ઇંડસ્ટ્રીમાં દબદબો હતો. તેમણે ઘણી સુપરહિટ ફિલ્મો આપી. 'દિલ તો પાગલ હૈ', માં તો કરિશ્માએ માધુરી દીક્ષિત સાથે પણ કામ કર્યું હતું અને આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઇ. કરિશ્માને ફિલ્મને લઇને નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો. ત્યારે એવા સમાચાર પણ આવ્યા હતા કે આ ફિલ્મો પહેલાં જૂહી ચાવલાને ઓફર થઇ હતી. પરંતુ જૂહીએ ઇગોના લીધે ફિલ્મ છોડી હતી.
તાજેતરમાં જ આપેલા એક ઇન્ટરવ્યુંમાં પણ જૂહી ચાવલાએ એ વાત કહી છે કે તેમને ફિલ્મ રાજા હિંદુસ્તાની અને દિલ તો પાગલ હૈને નકારી કાઢી હતી. જૂહીએ આ ઇન્ટરવ્યુંમાં કહ્યું કે મને એવું લાગતું હતું કે ઇંડસ્ટ્રીને મારી જરૂર છે અને આ ઇગોમાં આવીને મેં ફિલ્મો પણ છોડી. હું તે ફિલ્મોમાંન કામ ન કર્યું, જેમાં મારે કરવું જોઇતું હતું. મેં સરળ કામને મહત્વ આપ્યું અને કંફર્ટ જોનમાંથી બહાર ન નિકળી શકી. તેમની સાથે જ કામ કર્યું જેમની સાથે મને સગજ મહેસૂસ થતું હતું. મેં બંદીશો ન તોડી.
જૂહી ચાવલાને લાગે છે કે તેમના આ વલણના લીહ્દે ફિલ્મો તેમના હાથમાંથી નિકળી ગઇ અને ત્યારબાદ જેણે તે ફિલ્મ કરી, તેનું કરિયર ચમકી ગયું. જૂહીએ ઇન્ટરવ્યૂંમાં કહ્યું કે કરિશ્મા કપૂરને જે સફળતા મળી છે, તેમની પાછળ તેમનો મોટો હાથ છે. જોકે અત્યારે કરિશ્મા કપૂરે તેના પર કોઇ પ્રતિક્રિયા ન આપી છે. જૂહી જલદી જ ઋષિ કપૂરની સાથે ફિલ્મ 'શર્મા જી નમકીન'માં જોવા મળી.