Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

સ્ટાર ગોલ્ડ ઉપર રવિવારે ઋત્વિક-ટાઇગરની ફિલ્મ 'વોર'

બપોરે ૧૨ વાગ્યે થશે પ્રસારણ

મુંબઇ, તા. ૧૯:  સ્ટાર ગોલ્ડ તમારી સામે લાવી રહ્યું છે, યશ રાજ ફિલ્મ્સનું વોર, સિદ્ધાર્થ આનંદ દ્વારા ડિરેકટર આ મૂવી પ્રથમ વખત રાષ્ટ્રીય ટેલિવિઝન પર પ્રસારિત થશે. આ બ્લોકબસ્ટરએ જીવલેણ સ્ટન્ટ, દિલધડક એકશન તથા તમને સીટ પર જકડી રાખતા થ્રિલથી ભરેલું છે અને વિશ્વના અદ્ભૂત સ્થળો પર શૂટ કરવામાં આવ્યું છે. ગ્રીક ગોડ દેખાવ, સરળ ડાન્સ મૂવ્સ અને પાવર પેકડ પર્ફોર્મન્સની સાથે ઋત્વિક રોશન તથા આશ્ચર્યજનક એકશન અભિનેતા ટાઇગર શ્રોફ જે કોઇપણ સિકવન્સને સરળતાથી ખેંચી શકે છે.

આ યશ રાજ ફિલ્મ્સની ફિલ્મમાં કેટલાક શ્રેષ્ઠ અને પહેલા કયારેય જોવા નહીં મળેલા એકશન સિકવન્સ છે. જે તમને ખરેખર સ્પર્શી જશે.

વોર, એ ર૦૧૯ની સૌથી મોટી મૂવી છે, જેની વાર્તા છે, એક ભારતીય સૈનિક ટાઇગરશ્રોફ) ને તેના ભૂતપૂર્વ મેન્ટોર (ઋત્વિક રોશન), જે હવે બદમાશ બની ગયા છે, તેને દૂર કરવા એક મિશન સોંપવામાં આવ્યું છે. હોલિવુડ, દક્ષિણ કોરિયા અને ભારતના ૪ સૌથી મોટો એકશન કોરિયોગ્રાફર દ્વારા વોર માટે કેટાલક અત્યંત અદ્ભૂત અને જોવા જેવા એકશન સિકવન્સ ડિઝાઇન કરવામાં આવ્યા છે, જે ભારતીય પ્રેક્ષકો માટે એક પાથ-બ્રેકિંગ અને જોવામાં આકર્ષક છે. જયારે કલાઇમેકસનો શોટ આર્કિટિક સર્કલમાં લેવામાંૈ આવ્યો છે જે વિશ્વની કોઇપણ ફિલ્મમાં સૌપ્રથમ વખત છે.

'વોરએ ૨૦૧૯ની સૌથછ વધુ કમાણી કરનારી ફિલ્મ છે અને અમારા દર્શકોની સામે વર્લ્ડ ટેલિવિઝન પ્રિમિયર રજૂ  કરતા અમે અત્યંત ખુશ છીએ. અત્યંત મનોરંજક યશ રાજ ફિલ્મસ પ્રોડકશનમાં એકશન, નાટક, ડાન્સ, ગ્લેમર અને આકર્ષક લોકેશન્સ બધું જ છે. હંમેશાની જેમ સ્ટાર ગોલ્ડએ પ્રતિબધ્ધ છે. અત્યાધુનિક અને શ્રેષ્ઠ બોલિવુડ કન્ટેન્ડ રજૂ કરવા માટે અને વોર આ બાબતમાં સંપૂર્ણ પણે ફિટ બેસે છે.' એમ સ્ટારના વકતા કહે છે.

(4:31 pm IST)