Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

'તારક મહેતા.,,ફેન્સમાં જબરો ઉત્સાહ: લાંબા સમયથી ગાયબ અભિનેત્રીની શોમાં વાપસી

પ્રિયા આહુજાએ મેટરનિટી લીવ લીધી હતી. હવે તે પુરી થઈ

મુંબઈ : તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો ટીવીનો સૌથી કોમેડી શો છે. ઘરે ઘરે લોકોને આ શો જોવો પસંદ પડે છે. શોનો દરેક કલાકાર પણ કંઈક અને કંઈક ખાસિયત ધરાવે છે. પરંતુ શોમાં રીટા રિપોર્ટરનો અભિનય કરનાર અભિનેત્રી પ્રિયા આહુજા હવે શોમાં પરત ફરી રહી છે. તે લાંબા સમયથી શોમાંથી ગાયબ હતી. તેની પ્રેગ્નેન્સીના કારણે તેને લાંબો બ્રેક લીધો હતો.

ગયા વર્ષે નવેમ્બર મહિનામાં રીટાએ એક બેબી ગર્લને જન્મ આપ્યો હતો. આ પ્રસંગે પ્રિયા આહુજાએ ગ્રાન્ડ પાર્ટી રાખી હતી. પ્રિયા આહુજાએ મેટરનિટી લીવ લીધી હતી. હવે તે પુરી થઈ અને શોમાં વાપસી કરી છે. રીટાના ફેનમાં આ સમાચાર સાંભળી ઉત્સાહનો માહોલ છે.

ઉલ્લેખનીય છે કે પ્રિયા આહુજાનાં પતિ માલવ રાજદાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે કે, અભિનેત્રી પ્રિયા આહુજા શોમાં પરત ફરવાની જાહેરાત કરી છે. આ શોમાં જલ્દીથી રીટા રિપોર્ટરનાં રોલમાં જોવા મળશે. માલવે પોસ્ટ શેર કરતા લખ્યું કે, રીટા પોતાની મેટરનીટી બ્રેક પરથી પરત આવી ગઈ છે. આ સાંભળીને તારક મહેતા શોના ફેન્સમાં એક નવો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

(1:07 pm IST)