Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

માયાને ટક્કર આપવા આવી રહ્યો છે અંકિત

સોની ટીવી પરનો શો બેહદ-૨ બંધ થવાનો છે એ ડિજીટલ પ્લેટફોર્મ પર આ શોને લઇ જવામાં આવશે તેવી ચર્ચા છે. જો આવું થશે તો મુખ્ય અભિનેત્રી જેનિફર વિન્ગેટ શો છોડી દેશે તેવી પણ ચર્ચાઓ વહેતી થઇ હતી. પરંતુ હવે એ સ્પષ્ટ થયું છે કે શો ચાલુ જ રહેશે પરંતુ સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.  રોમાન્ટીક થ્રિલર ડ્રામા એવો આ શો હવેથી રાતે નવને બદલે સાડા દસે દેખાડવામાં આવી રહ્યો છે. આ શોની પહેલી સિઝનમાં જેનિફર સાથે કુશલ ટંડન હને અનેરી વજાણી મુખ્ય રોલમાં હતાં. બેહદ-૨માં જેનિફર, આશિષ ચોૈધરી અને શિવિન નારંગ મુખ્ય રોલમાં છે. માયા જયસિંહ (જેનિફર) આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ ધરાવનાર લેખિકા છે. તે તેના દુશ્મન એમજે (આશિષ ચોૈધરી)ને પતાવી દેવા પ્લાન ઘડતી હોય છે. એમજેએ અગાઉ નિર્દોષ છોકરી માનવી સિંહ (માયા) સાથે દગો કર્યો હતો. હવે આ શોમાં માયા સામે મનમોહિની ફેઇમ અંકિત સિવાયને લાવવામાં આવી રહ્યો છે. તે માયા સામે વિલનગીરી કરશે.

(10:13 am IST)