ભારતના પ્રવાસ બાદ આફ્રિકાની ટીમ વતન પહોંચીઃ ટીમ સેલ્ફ આઇસોલેશનમાં
કોલકતાથી દુબઇ અને ત્યાંથી સાઉથ આફ્રિકા પહોંચ્યા

જોહાનિસબગઃ ભારતના પ્રવાસ બાદ સાઉથ આફ્રિકાની ટીમ સેલ્ફ આઇસોલેશનમાં જઈ રહી છે. ભારત સાથે સાઉથ આફ્રિકાની ત્રણ વન-ડે મેચની સિરીઝ રદ કરાયા બાદ સાઉથ આફ્રિકન ટીમ પોતાના વતન ગઈ કાલે પહોંચી ગઈ હતી. મેચ કેન્સલ થયા બાદ તેઓ કલકતામાં રોકાયા હતા અને ત્યાંથી તેમણે દુબઈ થઈ સાઉથ આફ્રિકાની ફ્લાઇટ પકડી હતી. બે દેશમાં પ્રવાસ કર્યો હોવાથી તેમણે પોતાને સેલ્ફ આઇસોલેશનમાં રાખવાનો નિર્ણય લીધો છે.
ક્રિકેટ સાઉથ આફ્રિકાના ચીફ મેડિકલ ઓફિસર શોએબ મંજરાએ આ વિશે કહ્યું કે 'અમે દરેક ખેલાડીને ઓછામાં ઓછા ૧૪ દિવસ માટે સેલ્ફ આઇસોલેશનમાં રહેવાની અને લોકોથી દૂર રહેવાની સલાહ આપી છે. વિશ્વ સ્ત રે જાહેર થયેલી ગાઇડલાઇન્સ માણે લોકોની સુરક્ષા માટે આમ કરવું યોગ્ય છે. આ સમયગાળા મુજબ જો તેમને કોઈ પણ પ્રકારની તકલીફ થાય કે રોગની અસ જોવા મળે તો અમે એ બાબતે ચોક્કસ મદદ કરવા તૈયાર છીએ.'