લોઠડા, ભાયાસર, સરધાર સહીતના ગામોમાં નીરધૂમ ચૂલા ધમધમ્યા
સરકારની યોજનાનો ગ્રામીણ લોકોને લાભ લેવા અનુરોધ

રાજકોટ તા. ૧૯: રાજકોટ જીલ્લાના રાજકોટ તાલુકાના ગામ-લોઠડા, ભાયાસર, વડારી, ત્રંબા, કાળીપાટ, મહિકા, અણીયારા, રાજસમઢીયાળા, સરધારમાં નિરધૂમચુલા સરકારની યોજનામાં ઇન્દીરાવાસમાં મકાનમાં બીપીએલ ૦ થી ૧૬ ને લાભ આપેલ હોવાનું ભાયાસર પંચાયત અધ્યક્ષ વજુભાઇ મકવાણાએ જણાવેલ છે.
નીરધુમ ચુલા બનાવવાથી શું ફાયદા થાય જે લાભાર્થીને ફાયદા કે જે રસોઇ બનાવતા હોય તેને ટી.બી. કે આખુના મોતીયા ન આવે કિડનીને કોઇ નુકશાની ન થાય, પગના કે ગોઠણના સાંધા ન દુખે, હુમલો ન આવે, સરકારની યોજનામાં ઘણી યોજનામાં લાભ મળે પછી નિરધુમ ચુલા કે પરીયા ચુલામાં જમે છે. તે અંગે માર્ગદર્શન આપેલ.
ગામ ભાયાસરમાં મુળીમાં ૧૧૦ વર્ષ હાલમાં જીવે છે. રાજકોટ જીલ્લાના તાલુકાના કોટડાસાંગાણી, જસદણ, ગોંડલ, વિંછીયા, જેતપુર, વાંકાનેર, જામકંડોરણા, લોધિકા આ બધા ફાયબરના ચુલા બનાવવામાં આવે છે. જેઓને ચુલા બનાવવાના હોય લાભાર્થીને રાજકોટ તાલુકા પંચાયત, તાલુકા વિકાસ અધીકારીનો સંપર્ક કરવા વજુભાઇ મકવાણા (મો. ૯૭૧૪૦ ૧૯૩૪ર) એ અનુરોધ કર્યો છે.