યમનથી આવેલ વહાણના ૧પ ખલાસીનું સલાયા બંદરે ચેકીંગ
કોરોનામાં શું કરવું ? દ્વારકા જીલ્લામાં કથા, ધ્વજારોહણ સહિતના ધાર્મિક કાર્યક્રમોના આયોજકો મુંઝવણમાં

ખંભાળીયા, તા. ૧૯ : સલાયા તથા ઓખા બંદરે વહાણો વિદેશથી આવતા હોય કોરોના રોગચાળાના સંદર્ભેમાં સાવચેતીના પગલારૂપે વિદેશથી આવનાર ખલાસીઓનું સ્કીનીંગ તથા તપાસણી માટે જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા જિલ્લાના લાયજન કલેકટરશ્રી મીનાના માર્ગદર્શન હેઠળ ટીમો દ્વારા ચેકીંગની વ્યવસ્થા કરવામાં આવી હતી.
ગઇકાલે યમન દેશથી પંદર ખલાસીઓ સાથે એક વહાણ સલાયા આવતા આરોગ્ય વિભાગની ટીમ સ્કીનીંગ કરવા તથા ચેકીંગ કરવા માટે સલાયા પહોંચી ગઇ હતી તથા વહાણમાંથી ઉતરવાની સાથે જ તમામનું ચેકીંગ થયું હતું. જોકે કોઇને શંકાસ્પદ લક્ષણો કે આ બિમારી મળી નથી.
વિદેશથી આવતા લોકોના સાથે આરોગ્ય કર્મચારી ૧૪ દિવસ સુધી સતત તપાસ અને સંપર્કો છે અને કંઇ જણાય તો તુરંત તેનું ચેકીંગ અને સારવાર અને જરૂર પડયે હોસ્પિટલમાં પણ વ્યવસ્થા કરવામાં આવે છે.
તા. રપ થી તથા તા. ર-૪થી જિલ્લામાં અનેક ગામોમાં તથા શહેરોમાં પણ મોટા પરિવારોમાં ભાગવત સપ્તાહોના આયોજનો થયા હોય કંકોત્રીઓ પણ લખાઇ ગઇ હોય, કથાકારોને એડવાનસ અપાઇ ગયા હોય તથા જમણવાર, મંડપ વિ.નું પણ આયોજન થઇ ગયું હોય કોરોનાના ભયથી આખા આયોજનો વિંખાઇ ગયા છે તથા આયોજકો દોડતા થઇ ગયા છે!!
દ્વારકામાં દ્વારકાધીશ ધ્વજારોહણમાં પણ ૧૦૦૦/૧પ૦ ભાવિકો જોડાતા તેમાં રપ ની જ મંજુરી જિલ્લા કલેકટર દ્વારા જાહેર થતાં ધ્વજારોહણમાં કોને કહેવું ? કોને ના કહેવું તે પણ પ્રશ્નો સર્જાયા છે. ધાર્મિક સામૂહિક કાર્યક્રમો હાલ ટાળવા માટે જિલ્લા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
ઓખામાં પંજપીરમાં હજારો ભાવિકોનો ઉર્ષ છે
દેવભૂમિ જિલ્લામાં ઓખા પંજપીરનો ઉર્ષ હમણાં જ યોજાનાર છે જેમાં હજારો ભાવિકો ઉમટે છે. કોરોનાના સંદર્ભમાં આ કાર્યક્રમ અંગે પણ દ્વિધા સર્જાય છે કે અહીં હજારો ભાવિકો માટે શું કરવું ?
રેવન્યુ કર્મી તથા શિક્ષકને છીંક શરદી તાવની દોડાદોડી
ગઇ કાલે એક રેવન્યુ કર્મચારીને તાવ, છીંકો, શખ્ત ઉઘરસ થતાં રેવન્યું તંત્ર દોડવા લાગ્યું હતું ખુદ ખંભાળિયા પ્રાંત અધિકારીશ્રી ડી.આર. ગુરવે પણ થતે તેને ચેકીંગ કરાવવા વ્યવસ્થા કરી હતી. જો કે હોસ્પિટલમાં ચકાસણીમાં તેને કોરોનાની કોઇ અસર ના હોવાનું જણાતા તંત્રએ ઠંડો શ્વાસ લીધો હતો.
એક શાળાામં પણ શિક્ષણને તાવ, શરદી, ઉઘરસ થતાં શિક્ષકો તેને લઇને હોસ્પિટલે દોડયા જો કે તેમને પણ આવા રોગની કંઇ અસર ના હતી.
કોરોનાનો ભય એવો ફેલાયો છે કે આઠ દશ વ્યકિત સમૂહમાં બેઠા હોય કે ચાર વ્યકિત ખરીદીમાં દુકાને ઉભા હોય અને જો એકને એક બે છીંક આવે તો બધા ભાગાભાગી કરતા ચાલ્યા થાય છે.
દર્દીને સારવાર માટે જામનગર મોકલવો પડે !
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ચાર તાલુકાઓમાં જિલ્લાના વડા મથક ખંભાળિયા ખાતે કોરોના સંદર્ચેમાં ખાસ આઇસોલેશનમાં વોર્ડ ૪૦ બેડનો બનાવવામાં આવેલ છે. જ્યાં તાજેતરમાં સલાયામાંથી મળેલા શકાંસ્પદ વ્યકિતને દાખલ કરવાામં આવેલો.
પરંતુ ૪૦ કરોડોના ખર્ચે બનેલી તથા જિલ્લાની સૌથી મોટી સરકારી હોસ્પિટલમાં કોરોના રોગ જેવા રોગ માટે ખુબ જ જરૂરી તથા સારવાર આપી શકે તેવા ફિઝિશ્યન ડોકટર જ નથી.
ખંભાળિયા પાલિકાએ જાહેરમાં થૂંકવામાં અંગે કડક કામગીરી કરી
ખંભાળિયામાંં નગર ગેઇટ પાસેથી રામ સવજાણી સળાયા રોડ પર રવિભાઇ રાઠોડ, ચાર રસ્તા પર પ્રતાપભાઇ ચા વાળા, સ્ટેશન રોડ પણ વીરેનભાઇ મજીઠીયા, જનરલ હોસ્પિટલમાં વલ્લભ વાસાંદ વિ.ને પ૦૦-પ૦૦ દંડ વસુલ કર્યો હતો.
પાલિકા દ્વારા જાહેરમાં થૂંકનાર સામે પગલા શરૂ કર્યા તેની સાથો સાથ ગંદકી કરનાર તથા ગંદકી ફેલાવનાર વિ. સામે પણ કડક પગલા ભરવાની માંગણી કરવામાં આવી છે.(