જૂનાગઢના આંબલી ગામે નદી કાંઠેથી ૧૦૦ કેરબા દેશી દારૂ ઝડપાયો

જૂનાગઢ, તા. ૧૯ :. જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીન્દર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા સૌરભસિંઘ દ્વારા દારૂ જુગારની બદી ઉપર પગલા લેવાની સૂચના આધારે જૂનાગઢ ડિવીઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ વિરમભાઈ પાતરને બાતમી મળેલ કે જૂનાગઢ તાલુકાના આંબલીયા ગામની ભાડવા નદીકાંઠે આંબલીયા ગામનો રહીશ દેવીપૂજક ભરત ભૂપતભાઈ ડાભી દેશી દારૂની ભઠ્ઠી ચલાવે છે. હકીકત આધારે જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના પો. સબ. ઈન્સ. વિ.યુ. સોલંકી તેમજ સ્ટાફના એએસઆઈ વી.એલ. પાતર તથા વુ. હેડ કોન્સ. આર.એ. બાબરીયા તથા પો. કોન્સ. અજયભાઈ તથા પો. કોન્સ. જેતાભાઈ તથા પો. કોન્સ. કરણભાઈ તથા પો. કોન્સ. પિયુષભાઈ તથા ડ્રા. પો. કોન્સ. જયેશભાઈ સહિતના માણસોની ટીમ દ્વારા રેઈડ કરતા સદર જગ્યાએથી દેશી દારૂ બનાવવાનો આથો લીટર ૫૪૦ તથા દેશી પીવાનો દારૂ લીટર ૧૦૦ કેરબા સહિત કિં. રૂ. ૨૨૦૦ તેમજ ગોળના ડબ્બાઓ તથા ભઠ્ઠીના સાધનો જેમા ગેસના સિલીન્ડર-૩ સહિત તમામ મળી કુલ રૂ. ૮૫૩૫નો મુદામાલ કબ્જે કરી પો.કો. કરણભાઈ જગુભાઈએ ફરીયાદ આપી ગુન્હો રજી. કરાવેલ છે.(