ધોરાજીમાં દ્વિતીય જન ઔષધી દિવસ ઉજવાયો પ્રધાનમંત્રી જનઔષધાલયમાં દવા સસ્તી મળે છે

ધોરાજી તા.૧૯ : ધોરાજીમાં બે સ્થાનો ઉપર દ્વિતીય જન ઔષધાલય દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.ગેલેકસી ચોક ગેલેકસી ચેમ્બરમાં આવેલ પ્રધાનમંત્રી જન ઔષધાલય ખાતે ભારત સરકારની સૂચનાથી બીજા જનઙ્ગ ઔષધાલય દીનની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળ ના પ્રમુખ લલીતભાઈ વોરા ધોરાજી શહેર ભાજપના પ્રમુખ વિનુભાઈ માથુકિયા ડો ચિરાગ પટેલ શહેર ભાજપના ઉપપ્રમુખઙ્ગ ધીરુભાઈ કોયાણી મહામંત્રી વિજય બાબરીયા યુવા ભાજપના મહેશ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે પ્રધાનમંત્રી જન ઔષધાલય ના સંદીપભાઈ રાયકા ડો ચિરાગ દેસાઈ વિગેરે એ મહેમાનો નું સન્માન કર્યું હતું
ડો ચિરાગ દેસાઈ એ જણાવેલ કે બજારમાં મળતી દવાઓ મોંદ્યી હોય છે જયારે પ્રધાનમંત્રી જન ઔષધાલય માં બજાર ભાવ કરતા ૫૦ થી ૭૦ ટકા ઓછા ભાવમાં મળે છે એપલ સ્ટાન્ડર્ડ ભારત સરકારના નિયમ પ્રમાણે જેના કારણે ડાયાબિટીસ બીપી તેમજ દર મહિને જે લોકોને બે હજારથી પાંચ હજાર રૂપિયાની દવાઓનો ખર્ચ થતો હોય તેવા દર્દીઓને પ્રધાનમંત્રી ઔષધાલય માં ૫૦ થી ૭૦ ટકા જેટલો ફાયદો થાય છે.
આ સાથે ધોરાજીના સોની બજાર ખાતે આવેલ પ્રધાનમંત્રી જન ઔષધાલય ખાતે બીજો વાર્ષિક દિવસ ઉજવવામાં આવ્યો હતો જેમાં ધોરાજી વેપાર-ઉદ્યોગ મહામંડળના પ્રમુખ દલિત ભાઈઓ આ જીલ્લા મહામંત્રી કિશોરભાઈ રાઠોડ ધોરાજી શહેર ભાજપના ઉપાધ્યક્ષ ધીરુભાઈ કોયાણી જતીનભાઈ પટેલ વિગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહેતા મેડિકલના સંચાલક રમેશભાઈ બારોટ એ સ્વાગત કર્યું હતું અને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સસ્તી દવા મળે તે માટે દેશની અંદર જન ઔષધાલય દ્વારા ગરીબોને સસ્તી જેનરીક દવા અને સ્ટાન્ડર કંપની દવા મળે તે હેતુથી સમગ્ર દેશમાં જન ઔષધાલય ખોલવામાં આવ્યા છે જેનો સૌથી વધુ ગરીબોને ફાયદો થઇ રહ્યો છે તે બાબતે માહિતી આપી હતી.