ધોરાજી નેશનલ હાઇવે પર ભૂખી ચોકડી પાસે સર્વિસ રોડ-ઓવરબ્રીજ બનાવવા માંગ
સાંસદ રમેશભાઇ ધડુક દ્વારા નેશનલ હાઇવે ઓથો. સમક્ષ રજૂઆત

ધોરાજી તા.૧૯ : ધોરાજી ના નેશનલ હાઈવે ભૂખી ચોકડી ખાતે સ્પેશ્યલ ટાફીક સકલ બંને રોડ સાઈડ ના સર્વીસ રોડ કે ઓવરબ્રીજ બનાવવા સાંસદ દ્વારાં નેશનલ હાઈવે ઓથોરિટી સમક્ષ રજૂઆત કરાઈ છે.
પોરબંદર નેશનલ હાઈવે ભૂખી ચોકડી અકસ્માત જોન બની ગયેલ છે ત્યારે આ ભૂખી ચોકડી નેશનલ હાઈવે ખાતે અકસ્માત નિવારવા માટે ભૂખી ચોકડી નેશનલ હાઈવે ખાતે સ્પેશ્યલ ટાફીક સકલ બંને રોડ સાઈડ ના સર્વીસ રોડ કે ઓવરબ્રીજ બનાવવા માટે લોકો ની માગણી ઉઠવા પામી છે.
આ અગે સ્થાનીક લોકો એ જણાવ્યું હતું કે ભૂખી ચોકડી નેશનલ હાઈવે પર અવારનવાર અકસ્માત ના બનાવો બની ચૂકયા છે આ ભૂખી ચોકડી નેશનલ હાઈવે ધોરાજી શહેર નૂ પવેશ નૂ મહત્વ નૂ સ્થળ છે ભૂખી ચોકડી નેશનલ હાઈવે ની બને રોડ સાઈડો પર લોકો ના રહેણાક વિસ્તાર આવેલ છે ભૂખી ગામ આવેલ છે ખેડૂતો રાહદારી ઓ વાહનચાલકો નો મહત્વ નો રોડ છે.
આ ભૂખી ચોકડી નેશનલ હાઈવે પર સ્પેશ્યલ ટાફીક સકલ બંને રોડ સાઈડ ના સર્વીસ રોડ કે ઓવરબ્રીજ નેશનલ હાઈવે ઓથોરિટી બનાવે તો વાહનચાલકો,સિનીયર સિટીઝનો વૃદ્ધો,ખેડૂતો,વાહનચાલકો ને હાઈવે કોસ કરવાં મા પડતી હાલાકી દૂર થઈ શકે તેમ છે આ અગે સાંસદ રમેશભાઈ ધડૂક એ ભૂખી ચોકડી નેશનલ હાઈવે પર સ્પેશ્યલ ટાફીક સકલ બંને રોડ સાઈડ ના સર્વીસ રોડ કે ઓવરબ્રીજ બનાવવાં નેશનલ હાઈવે ઓથોરિટી ને રજૂઆત કરાઈ છે.