સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 19th March 2020

માહી મિલ્ક દ્વારા ગાયનું પ્રિમીયમ ઘી લોન્ચ

રાજકોટઃ માહિ મીલ્ક દ્વારા ગીર વિસ્તારની ગાયના ઉચ્ચ ગુણવતાવાળા દુધમાંથી તૈયાર કરેલ પ્રીમીયમ ઘી ''ગીર અમૃત'' લોન્ચ કર્યું છે. કંપની દ્વારા આ ગાયનું પ્રીમીયમ ઘી રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ તરફથી કવોલીટી માર્કનો લોગો મેળવેલ જુનાગઢ ખાતેના પ્લાન્ટ ખાતે તૈયાર કરવામાં આવે છે. આ અંગે કંપનીના સીઇઓ યોગેશ પટેલે જણાવ્યુ હતુ કે અમે કયારેય કવોલીટી સાથે બાંધછોડ કરતાં ન હોવાનું યાદીમાં જણાવાયું છે. આ પ્રીમીયમ ગાય ઘીના લોન્ચીંગ પ્રસંગે માહી કંપનીના ચીફ એકિઝકયુટીવ યોગેશ પટેલ, ડેપ્યુટી ચીફ એકિઝકયુટીવ ડો. સંજય ગોવાણી તેમજ કંપનીના જુદા જુદા વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

(11:33 am IST)