કોરોના સામે પોરબંદરનું તંત્ર સાબદું: મોદી

પોરબંદરઃ કોરોના વાઇરસનાં સંક્રમણને જિલ્લામાં અટકાવવા તેમજ સાવચેતીના ભાગરૂપે ધર્મગુરૂઓ, ડોકટરો, મેડીકલ સ્ટોરધારકો, સામાજીક સંસ્થાઓ, વિવિધ જ્ઞાતિના આગેવાનો સાથે કલેકટરશ્રી ડી.એન.મોદીએ બેઠક યોજી હતી. તકેદારીના ભાગરૂપે ધાર્મિક સહીતના કાર્યક્રમો હાલ મોકુફ રાખવા શ્રી મોદીએ બેઠકમાં ઉપસ્થિત આગેવાનોને અનુરોધ કર્યો હતો.
નોવેલ કોરોના વાયરસ અન્વયે રોગ અટકાયતી પ્લાનને એકશન ટેકન રીપોર્ટ, કંટેનમેન્ટ મેઝર્સ-કોવીડ-૧૯ અન્વયે તૈયાર કરેલ છે. કોરોના વાઇરસના રોગ અટકાયતી પગલા રૂપે લોજીસ્ટીકની ડીમાન્ડ, વિદેશથી આવતા પ્રવાસીઓનાં સ્ક્રીનીંગની વ્યવસ્થા માટે ટીમ ર૪*૭ કન્ટ્રોલ રૂમ, મેડીકલ ઓફીસરની ટીમ સાથે કાર્યરત છે. ભાવસિંહજી હોસ્પીટલ ખાતે કોરોના અંતર્ગત આઇસોલેકશન વોર્ડ કાર્યરત છે.
અધિક કલેકટરશ્રી રાજેશ તન્ના, પ્રાંત અધિકારીશ્રી બાટી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી રાઠોડ, સીવીલ સર્જન પણ હાજર રહેલ.