ગેરકાયદે ધોલાઇ કામ ઉપર તંત્ર તૂટી પડયું, અત્યાર સુધી કેમ નહિ દેખાયા હોય !! કૂવા-બોરના પાણી કલરવાળા થયા ?

ગોંડલ તા.૧૯ : ગોંડલ અને જેતપુર તાલુકાના સીમાડે ભાદર ડેમના કાંઠે લીલાખા શિવરાજગઢ અને વાળાસડાની સીમ પાસે ગેરકાયદેસર ધમધમતા ધોલાઇ ઘાટ પર તંત્રના બુલડોઝર ફરી વળ્યા. મામતલદાર તંત્ર તુટી પડયું હતું.
મામલતદાર ચુડાસમા નાયબ મામલતદાર મનીષ જોષી, જેતપુરએ વાડાસડાની સીમમાં રમેશભાઇ ભુપતભાઇ પંચમીયાની વાડીની જગ્યામાં ઇકબાલ યુનુસ મકવાણા દ્વારા ગેરકાયદેસર સાડી ધોવાનું વોસર અને ધોલાઇ ઘાટનું કામ કરવામાં આવી રહ્યું હોય તંત્રે દરોડો પાડી પ્રદુષણ ફેલાવતા એકમો જોવા મળતા તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરી હતી વીજ જોડાણ પણ ગેરકાયદે લેવાયું હતું.
આ જગ્યાના ધોલાઇ ઘાટની મંજુરી વર્ષર૦૦૪માં જ નામંજુર કરી નાખવામાં આવી હતી તેમ છતા પણ અહી ગેરકાયદેસર ધોલાઇ કામ ચાલી રહ્યું અને કુવા તથા બોરના પાણી કલર વાળા થઇ જતા વ્યાપક ફરીયાદ ઉઠવા પામી હતી.