દ્વારકા જિલ્લાની તમામ કોર્ટો કોરોના સામે સાબદી
દેવભુમિ દ્વારકા તા. ૧૯ : ૩૧ માર્ચ સુધી દ્વારકા જિલ્લાની તમામ કોર્ટમાં સુચનાનો કડક અમલ કરવા પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજશ્રી ખંભાળીયા દ્વારા જણાવાયું છ.ે
પક્ષકારોએ અનિવાર્ય સંજોગો સિવાય કોર્ટમાં વ્યકિતગત રીતે હાજર રહેવું નહી જયુડીશીયલ ઓફીસરશ્રીઓ તમામ વકીલશ્રીઓ પક્ષકારો તથા તમામ સ્ટાફ કર્મચારીઓએ એકબીજાનું અભિવાદન હસ્તધુનની જગ્યાએ નમસ્તેથી કરવું ઉપરાંત હાથ વ્યવસ્થિત રીતે સાફ કરવા કોર્ટમાં હાજર રહેનાર તમામ વ્યકિતઓના સ્ક્રિનીંગ માટે જરૂરી સંખ્યામાં ટેમ્પરેયર ગન/થર્મલ સ્ક્રેનર મેળવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે જે ઉપલબ્ધ થયેથી આ ટેમ્પરેયર ગન/થર્મલ સ્ક્રેનર દ્વારા સ્ક્રિનીંગ કરાવ્યા બાદ જ જે તે વ્યકિતઓને કોર્ટ સંકુલમાં પ્રવેશ આપવામાં આવશે કોર્ટ દ્વારા વકિલો તથા પક્ષકારોની ગેરહાજરી બાબતે તેમની સામે કોઇ ગંભીર કે આકરા પગલા/નોંધ લેવા નહી. કોરોના વાઇરસ ફેલાય નહી તેની સાવચેતીના ભાગરૂપે કોર્ટ સંકુલમાં કોર્ટ સ્ટાફ, વકીલો, પક્ષકારો તેમજ પોલીસ કર્મચારીઓએ સામુહિક રીતે એક જગ્યાએ ભેગા થવાનું /ટોળામાં ઉભા રહેવાનું ટાળવુ તમામ જયુડીશીયલ ઓફીસરશ્રીઓ તેમજ નાઝીરશ્રીઓએ તેમની કોર્ટ તથા સમગ્ર કોર્ટ સ્કુલમાં નિયમીત પણે સાફ સફાઇ કરાવડાવી તથા નગરપાલિકા/મ્યુ.કોર્પોરેશન પાસેથી જરૂરીયાત પ્રમાણે ટેમ્પરેયર ગન, ગ્લોવ્ઝ માસ્ક તથા સેનીટરાઇર્ઝસ મેળવી તેનો કોર્ટ સંકુલમાં બહોળો ઉપયોગ કરવો. તમામ વકીલશ્રીઓએ બાર લાઇબ્રેરીનો ઉપયોગ ટાળવો તથા એડવોકેટ હાઉસમાં લાંબા સમય સુધી બેસી ન રહી જરૂરી કામ પુરતું જ કોર્ટ સંકુકલમાં હાજર રહેવું.