સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 19th March 2020

પ્રવેશબંધીનો ઉલાળીયોઃ ગોંડલના રાતાપુલ નીચે એસટી બસ ફસાઇ ! ટ્રાફિક જામ થયો

ગોંડલ,તા.૧૯: કાશીવિશ્રનાથ રોડ પર આવેલાં રાતા પુલ નીચે એસટી બસ ફસાતાં શ્રી રામ સાર્વજનીક હોસ્પિટલ સહીત અનેક સોસાયટીઓનાં રાહદારીઓ અને વાહન ચાલકો અટવાતાં ટ્રાફીક જામ થવાં પામ્યો હતો.બાદમાં પીઆઇ.રામાનુજ દોડી આવી ફસાયેલ બસને બહાર કાઢી ટ્રાફીક કિલયર કરાવ્યો હતો.

રાતોપુલ પ્રમાણ માં નીચો હોય ભારે વાહનો,બસ,લોડેડ ટ્રક પસાર થઇ શકતાં નાં હોય આવાં વાહનો માટે પ્રવેશ બંધી હોવાં છતાં કેટલાક વાહન ચાલકો ધરારીપુવઁક વાહનો પુલ નીચેથી ચલાવતાં હોય ફસાઇ જઇ નુકશાની વહોરતાં હોય છે.પુલ ને પણ નુકસાની પંહોચતી હોયછે.

ટ્રાફીક જામ વેળા આ વિસ્તારનાં સદસ્યાં અર્પણાબેન આચાર્યએ ડેપો મેનેજરનો ટેલીફોનિક સંપર્ક માટે અનેક પ્રયત્ન છતાં સંપર્ક નહિ થતાં લેખીત રજુઆત કરાઇ છે.(

(10:13 am IST)