પોરબંદરમાં કોરોના વાયરસ સામે બોટ માલિકો સાવચેતઃ ફિશીંગ સમય ઘટાડી નાખ્યો
દરિયાકાંઠે ઇમરજન્સી માટે ૧૦૮ મરીન એમ્બયુલન્સઃ માછીમારોની સુરક્ષા માટે જરૂરી પગલા લેવા તમામ તૈયારીઓ

પોરબંદર, તા.૧૯: કોરોના વાયરસનાં કહેર સામે ફીશીંગ બોટના માલિકો સાવચેત થયેલ છે. દરિયામાં ફિશીંગનો સમય ઘટાડી નાખ્યો છે જેના કારણે દરિયાકાંઠે બોટના ખડકલા જોવા મળે છે.
દરિયાકાંઠા ઉપર માછીમારોની સુરક્ષા અને કોઇપણ ઇમરજન્સી માટે ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા તૈયાર રાખવામાં આવી છે.
કોરોના વાયરસને પગલે ફિશીંગ બોટ માલિકો પણ સાવચેત થયા છે. તેઓએ ફિશીંગ માટે જતી બોટોનો સમયગાળો ઘટાડી નાખ્યો છે. દરિયામાં ફિશીંગ માટે જતા માછીમારોની સુરક્ષા તેમજ આરોગ્ય પ્રત્યે કોસ્ટગાર્ડ (નેવી)એ પણ બંદર પર તમામ તૈયારીઓ કરી છે. દરિયાકિનારે ઇમરજન્સી માટે ૧૦૮ મરીન એમ્બ્યુલન્સ તહેનાત કરાઇ છે. તેમજ કોસ્ટગાર્ડ દ્વારા દરિયામાં ગયેલી ફિશીંગ બોટો પર હવાઇ નિરીક્ષણ દ્વારા પણ દેખરેખ રાખવામાં આવી રહી છે.
પોરબંદરના સમગ્ર દરિયાઇ વિસ્તારમાં કોરોના વાયરસ અંગે તમામ પ્રકારના જરૂરી પગલા લેવા અને માછીમારો તેમજ પરિવારોની સુરક્ષા માટે કોસ્ટગાર્ડએ સંપૂર્ણ તૈયારી કરેલ હોવાનું જાણવા મળેલ છે.