રાજકોટ થી મુંબઇ અને દિલ્હીની હવાઇ સેવાઓ વધારવાથી વેપર ઉદ્યોગ વિકસશે : ગ્રેટર ચેમ્બર
રાજકોટ તા. ૧૯ : રાજકોટ-દિલ્હી અને રાજકોટ-મુંબઇ વચ્ચે વધારાની હવાઇ સેવાઓ પુરી પાડવા ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કરવામાં આવેલ વારંવારની રજુઆત સાંસદ મોહનભાઇ કુંડારીયાએ સરકારના નાગરીક ઉડયન મંત્રાલય સુધી પહોંચાડતા બન્ને ડેસ્ટીનેશન માટે વધારાની બે બે હવાઇ સેવાઓ શરૂ કરાતા વેપારીઓ, ઉદ્યોગકારોમાં આનંદની લાગણી પ્રસરી છે.
આ હવાઇ સેવાઓ મળવાથી રાજકોટ વેપાર ઉદ્યોગના પ્રતિનિધિઓને પોતાનો વેપાર વિકસાવી પૂર્વ ભારત અને ઉત્તર ભારત તરફ વિસ્તારવાની પુરી તક મળશે. ઉપરાંત દિલ્હી રાજધાની હોય કઇ પણ રજુઆત માટે ત્યાં જવુ હવે આસાન બનશે. તેમ જણાવી આ સુવિધા શરૂ કરાવવા બદલ ગ્રેટર રાજકોટ ચેમ્બરના પ્રમુખ ધનસુખભાઇ વોરાએ સાંસદ મોહનભાઇ કુંડારીયાનો આભાર વ્યકત કરેલ છે.