ફુલગ્રામ શાળામાં ટોયલેટ બ્લોકની સુવિધાનો પ્રારંભ

સિસ્ટર નિવેદિતા સ્કુલ ઓન વ્હીલ્સ સંલગ્ન ગ્રામીણ શાળાઓના વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સુરક્ષા તેમજ સ્વચ્છતાની પ્રવૃત્તિઓના વિકાસ માટે સિસ્ટર નિવેદિતા ફાઉન્ડેશન દ્વારા દેશ-વિદેશના દાતાઓના આર્થિક સહયોગથી અનેક ભૌતિક સુવિધાઓ પુરી પાડવામાં આવે છે. આવા જ હેતુથી યુવા પ્રગતિ, યુ.એસ.એ. તથા ન્યુજર્સી સ્થિત ડો. જયોત્સનાબેન મહેતા અને ડો. સુધીરભાઇ મહેતાના પૂ. પિતાશ્રી હરકિસનદાસ મહેતા અને પૂ. માતુશ્રી જયાબહેન મહેતાના સ્મરણાર્થે તેમના કુટુંબીજનોના આર્થિક યોગદાનથી અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા, ફુલગ્રામમાં નવનિર્મિત ટોયલેટ બ્લોકનો ઉદ્દઘાટન સમારોહ ડો. સુધીરભાઇ મહેતા અને ડો. જયોત્સનાબેન મહેતા, દિવ્યાનીબેન ગાંધી, યુવા પ્રગતિ યુએસએના મેન્ટર જયંતભાઇ શ્રોફ, કો-ઓર્ડીનેટર દિનેશભાઇ ગાંધી, યુવા પ્રગતિ યુએસએથી પધારેલ ડોકટર્સ અને સંસ્થાના સંસ્થાપકો શ્રીમતી ઉષાબેન જાની, ગુલાબભાઇ જાની તથા લોકશાળા, ધજાળા ટ્રસ્ટના ટ્રસ્ટિ વિનોદભાઇ મકવાણાની ઉપસ્થિતીમાં યોજવામાં આવ્યો હતો. આ તકે સમાજ કલ્યાણ ખાતુ સુરેન્દ્રનગરના અધિકારી શ્રી ભાલાળાએ સ્વચ્છતા રાખવાની હિમાયત કરી હતી. પ્રારંભે અતિથિઓનું શબ્દોથી સ્વાગત ઉત્તર બુનિયાદી વિદ્યાલય, ફુલગ્રામના આચાર્યશ્રી રમેશભાઇ મકવાણાએ કરેલ. દાતાઓનું આભારદર્શન ફુલગ્રામ શાળાના શિક્ષક મગનભાઇ વડોદરીયાએ કરેલ.