જયુબેલી ગાર્ડન પાસે જાહેરમાં થુંકતા વ્યકિતને દંડ કરતા મ્યુનિ. કમિશનરઃ ત્રણેય ઝોનમાં જાહેરમાં થુંકનાર ૫૦ને ૨૫ હજારનો ચાંદલો

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોરોના (COVID-19) વાઇરસને અટકાવવાના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જાહેરમાં થૂંકનાર સામે કડક પગલા લેવામાં આવેલ છે, જે અનુસંધાને આજરોજ તા. ૧૯ ના રોજ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલની કાર જયુબેલી ગાર્ડન પાસેના મહાત્મા ગાંધીજીની પ્રતિમા વાળા ચાર રસ્તા પાસે સિગ્નલ પર ઉભેલી હતી તે દરમ્યાન આગળની બાજુએ એક વ્યકિત જાહેરમાં થુંકતા નજરે પડતા તુરંત જ થૂંકનાર વ્યકિતને રૂ. ૫૦૦નો દંડ મ્યુનિ. કમિશનરશ્રી ઉદિત અગ્રવાલ દ્વારા કરવામાં આવેલ હતો, તેમજ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ત્રણેય ઝોનમાં જાહેરમાં થૂંકવાના જાહેરનામાના ભંગ કરતા કુલ ૫૦ આસામીઓ પાસેથી રૂ. ૨૫હજારનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો, તેમ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.