શહેરના વિવિધ રાજમાર્ગો પરથી વધુ ૧૦૩ બોર્ડ-બેનર જપ્તઃ રેકડીનાં દબાણો હટાવાયાઃ રૂ.૩૭,૩૦૦ દંડ

રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારા જાહેર માર્ગો પરથી અનાધિકૃત દબાણો હટાવવા માટે રાજકોટ શહેર પોલીસ સાથે સંકલન કરી વોર્ડ ઓફિસર, પોલીસ અને દબાણ હટાવ શાખાના સ્ટાફની બનેલી વોર્ડ વાઈઝ ટીમોની રચના કરવામાં આવેલી છે. આ દબાણ હટાવ ટીમ દ્વારા થઇ રહેલી કામગીરીની વિગતો મુજબ તા.૧૮-૦૩-૨૦૨૦ ના રોજ ઈસ્ટ ઝોનની ત્રણેય ટીમો દ્વારા ૧૫ નંગ પરચુરણ માલ-સામાન (મૂળાભાઈ, રમેશભાઈ, ઝાવિદભાઈ, અન્ય અનામી), અને કુલ ૦૨ બોર્ડ/બેનર જપ્ત કરેલ છે, તેમજ શાકભાજી/ફળ/ફુલ વગેરેનો કુલ ૪૫ કિ.ગ્રા જથ્થો જપ્ત કરેલ છે તેમજ રૂ.૧,૫૦૦ વહિવટી ચાર્જ (કિશોરભાઈ, રાહુલભાઈ અને રમેશભાઈ) વસુલ કરેલ છે. સેન્ટ્રલ ઝોનની ત્રણેય ટીમો દ્વારા ૨૬ નંગ પરચુરણ માલ-સામાન (મહેશભાઈ, પરવેજભાઈ, ભાવેશભાઈ, સલીમભાઈ, અનિલભાઈ, મહેબૂબભાઈ, અન્ય અનામી) અને ૧૩૨ કિ.ગ્રા શાકભાજી/ફુલ/ફળ વગેરેનો જથ્થો જપ્ત કરેલ છે, તેમજ કુલ ૧૦૩ બોર્ડ/બેનર જપ્ત કરેલ છે, આ ઉપરાંત રૂ.૧૮,૮૦૦વહિવટી ચાર્જ (સલીમભાઈ, જીવણભાઈ, હરેશભાઈ, બચુભાઈ, વિનેહભાઈ, પ્રવિણભાઈ, વજુભાઈ, રાકેશભાઈ, વિપુલભાઈ, ધીરૂભાઈ વગેરેનો) વસુલ કરેલ છે. વેસ્ટ ઝોનની ત્રણેય ટીમો દ્વારા કુલ રેકડી/કેબીન ૦૨ અને વિવિધ પ્રકારના ૪૨ નંગ પરચુરણ માલ-સામાન (કાનાભાઈ, પૂનાભાઈ, સુમીતભાઈ, અન્ય અનામી) જપ્ત કરેલ છે, તેમજ કુલ ૧૨૪ બોર્ડ/બેનર જપ્ત કરેલ છે, આ ઉપરાંત રૂ.૨,૦૦૦મંડપ/છાજલી ચાર્જ અને રૂ.૧૫,૦૦૦ વહિવટી ચાર્જ વસુલ કરેલ છે, તેમ મ્યુનિ. કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવાયું છે.