News of Thursday, 19th March 2020
ભગવતીપરામાં ૨૨મીએ યોજાનાર ઉર્ષે ખ્વાજા અને તકરીરનો કાર્યક્રમ મોકુફ

રાજકોટઃ. અહીંના ભગવતીપરા મેઈન રોડ ઉપર તા. ૨૨ના રવિવારે સુન્ની મુસ્લિમ બંગાલી સમાજ અને ફાતેમા મસ્જીદ કમિટી દ્વારા ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીના ઉર્ષ સાથે હઝરત સૈયદ મક્કી રાશીદમીંયા (કીધોછા શરીફ-યુપી)નો તકરીરનો જાહેર પ્રોગ્રામ રાખવામાં આવેલ હતો જે હાલની કોરોના વાયરસની સ્થિતિને ધ્યાનમાં લઈ મોકુફ રખાયાની હાજી યુસુબભાઈ જુણેજા, મોહંમદભાઈ હાલા, આલમગીર શેખ, અ.ગફુર મોલ્લા, નાસીરૂદ્દીન મોલ્લા, અબ્દુલ ઈલવાણીએ એક યાદીમાં જણાવ્યુ છે. તસ્વીરમાં કે.જી.એન. ગ્રુપના આયોજકો નજરે પડે છે.
(4:20 pm IST)