રાજકોટ
News of Thursday, 19th March 2020

સીટી બસ - બીઆરટીએસ બસમાં સેનીટાઇઝર મૂકાવાશે : ઉદય કાનગડ

રાજકોટ તા. ૧૯ : કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા અને આ મહામારી સામે રક્ષણ મેળવવા આરોગ્ય વિભાગ દ્વારા અપારનવાર હાથ ધોવાની માર્ગદર્શીકા જાહેર કરાઇ છે. જે સંદર્ભે હવે સીટી બસ અને બીઆરટીએસ બસમાં સેનીટાઇઝરની સુવિધા શરૂ કરવા સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન ઉદય કાનગડે અધિકારીઓને આપી હતી.

આ અંગે ઉદયભાઇએ જણાવ્યું હતું કે, કોરોના વાઇરસ કોઇ ચીજવસ્તુને અડવાથી પણ શરીરમાં પ્રવેશી જાય છે આથી તેને અટકાવવા ભારત સરકારે 'અવાર-નવાર સેનેટાઇઝરનો ઉપયોગ કરીને હાથ ધોવા' માટે આરોગ્ય માર્ગદર્શિકા જાહેર કરી છે. જે અન્વયે સીટી બસ અને બીઆરટીએસ બસમાં સેનેટાઇઝરની સુવિધા અપાશે જેથી મુસાફરો તેનો ઉપયોગ કરી અને કોરોના સામે સુરક્ષા મેળવી શકે.

આ માટે દરેક સીટી બસ તથા બીઆરટીએસ બસમાં સેનીટાઇઝર મુકાવવા અધિકારીઓને સુચનાઓ આપી દેવાઇ છે.

(4:19 pm IST)