રાજપૂત કરણી સેના ગુજરાત પ્રદેશ અધ્યક્ષપદે જે.પી. જાડેજાની નિમણૂંક

રાજકોટ, તા. ૧૯ : સાહસિક સ્વભાવ અને સેવા માટે હંમેશા સમર્પિત રહેનાર રાજકોટના ક્ષત્રિય આગેવાન જે.પી. જાડેજાની રાજપૂત કરણીસેનાના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ તરીકે નિમણૂંક કરવામાં આવતા ઠેરઠેરથી અભિનંદન વર્ષા થઇ રહી છે.
જે.પી. જાડેજા તેમના વિદ્યાર્થીકાળથી જ લોકોના પ્રશ્નો માટે અગ્રેસર રહ્યા છે. છલ્લા ૩૦ વર્ષોથી રાજપૂત સમાજના વિવિધ સંગઠનો અને સંસ્થાઓ સાથે જોડાઇને તેમણે સમાજ નિર્માણ માટે પાયાની ભૂમિકા ભજવી છે. રાજપૂત સમાજના નાનામાં નાના વ્યકિતને થતા અન્યાય સામે જે.પી. જાડેજાએ હંમેશા અવાજ ઉઠાવ્યો છે.
માત્ર રાજપૂત સમાજ જ નહિ પણ કોઇ પણ સમાજના કોઇ પણ વ્યકિતને અસામાજિક તત્વો દ્વારા તથા શાસન દ્વારા અન્યાય થતો હોય તો તેની સામે માથુ ઉંચકવાની હિંમત ધરાવતા જે.પી. જાડેજાએ આવા પ્રશ્નો માટે મો. ૯૮રપ૩ ૦૦૦૯૭ ઉપર જાણ કરવા જાહેર અપીલ કરી છે.