રાજકોટ
News of Thursday, 19th March 2020

સંતુષ્ટિ પરિવાર 'અકિલા'ના આંગણે...સ્મરણો વહ્યા, ભાવૂક માહોલ

રાજકોટ : સંતુષ્ટિ શેઇકસ પ્રા. લિ. એ દેશ-દુનિયામાં સ્વાદિલી લોકપ્રિયતા સર્જી છે. ચેલાણી પરિવારે ખૂબ સંઘર્ષ કરીને વ્યવસાયિક સિધ્ધિ પ્રાપ્ત કરી છે. સંઘર્ષથી સિધ્ધિની પ્રેરક યાત્રાની ગહન સ્ટોરી તાજેતરમાં 'અકિલા' એ પ્રકાશિત કરી હતી. ચેલાણી પરિવારના તમામ સભ્યો આજે 'અકિલા' કાર્યાલયે આવ્યા હતા અને 'અકિલા' ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાનો આભાર પ્રગટ કર્યો હતો. ચેલાણી પરિવારે કપરા સંજોગોમાં સંસ્કારો જીવંત રાખીને સંઘર્ષ કર્યો, તેની ઝલક અંગે વાત કરી હતી અને માહોલ ભાવૂક બન્યો હતો. તસ્વીરમાં 'અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે સંતુષ્ટિ શેઇકસ પ્રા. લિ. -ચેલાણી પરિવારના શ્રી વાસુદેવભાઇ, શ્રીમતી વીણાબેન તથા ભાવેશભાઇ, સુનીલભાઇ અને દીપિકાબેન ભાવેશભાઇ તથા તરુણાબેન સુનીલભાઇ અને બાળકો સમદીપ, સોબદીપ, શ્રુતિ, રૂહાન નજરે પડે છે. (તસ્વીર :- સંદીપ બગથરીયા)

(4:10 pm IST)