શંકાસ્પદ દર્દીના સંપર્કમાં આવનાર કોરેન ટાઇન (સંપર્કમાં આવતા લોકો)માટે કલેકટરે પ સ્થળે સ્પે. વ્યવસ્થા ગોઠવી
માલીયાસણ નજીક ત્રીમૂર્તિ મંદિર-રામરસ ગર્લ્સ-બોયઝ હોસ્ટેલ-યુનિ. રોડ પર RST યુનિ. રેનબસેરા-પથિકાશ્રમનો સમાવેશ : બહારથી આવેલા લોકોને જો લક્ષણો દેખાય તો સામેથી જાણ કરેઃ તંત્રની અપીલ છેઃ નહી તો કડક પગલા આવી શકે છેઃ ચેતવણી

રાજકોટ તા.૧૯ : રાજકોટ જીલ્લા કલેકટર શ્રી રેમ્યા મોહને આજે પત્રકારોને જણાવ્યું હતું કે શંકાસ્પદ દર્દીઓ માટે સીવીલ હોસ્પીટલ તથા શહેરની અન્ય રર ખાનગી હોસ્પીટલોનો સ્ટેન્ડ ટુ રહેવા, સ્પે.સોલેસન વોર્ડ ઉભો કરવા સુચના અપાઇ છે, અને તેનુ લીસ્ટ પણ તૈયાર કરી લેવાયું છે.
તેમણે જણાવેલ કે, આ ઉપરાંત આવા દર્દીઓના સંપર્કમાં આવેલા (કોરેનટાઇન) લોકો માટે પણ પ થી ૬ સ્થળે અમે ખાસ વ્યવસ્થા ગોઠવી છે.
જેમાં પથિકાશ્રમ, ઉપરાંત કોર્પોરેશન દ્વારા હોસ્પીટલ ચોકમાં ઉભુ કરાઇ રહેલ રેનબસેરા કે જેમાં ર૦૦ બેડની વ્યવસ્થા છે, આ ઉપરાંત માલીયાસણ નજીક આવેલ ત્રિમૂર્તિ મંદિર કે જયાં ૯ રૂમ અને બે મોટા હોલ છે, આ ઉપરાંત કાલાવાડ રોડ ઉપર આવેલ બે હજાર બેડ ધરાવતી સમરસ બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલ તથા યુનિ. રોડ ઉપર આવેલ રૂરલ સેલ્ફ એમ્લોયઝમેન્ટ ટ્રેનીંગ સેન્ટરનો સમાવેશ થાય છે.
કલેકટરે અપીલ કરી હતી કે બહારથી આવેલા લોકોને જો કોઇ આવા લક્ષણો દેખાય તો સામેથી જાણ કરે. આવા લોકો તેમના ફેમેલીનું પણ વીચારે...આ અમારી અપીલ છે, પછી પાછળથી તંત્ર કડક પગલા ભરી શકે છે.