રાજકોટ રેલવે પોલીસે ટ્રેનમાં પાર્સલથી આવેલો ૮ર હજારનો વિદેશી દારૂ પકડયો
૩૬ કલાક વોચ રાખી પાર્સલ છોડાવવા આવેલા સુરેન્દ્રનગરના તનવીર અને શાહરૂખને પકડયા

રાજકોટ તા. ૧૯: રાજકોટ રેલવે સ્ટેશનમાં ટ્રેનમાંથી આવેલા પાર્સલમાંથી ૮ર હજારની દારૂની ર૩૭ બોટલ સાથે સુરેન્દ્રનગરના બે શખ્સોને રેલવે પોલીસની એલસીબી, સર્વેલન્સ સ્કવોર્ડની ટીમે ઝડપી લીધા હતા.
મળતી વિગત મુજબ રેલવે પોલીસના મહાનિરીક્ષક ગૌતમ પરમાર તથા પશ્ચિમ રેલવે અમદાવાદના એસપી ભાવના પટેલે ટ્રેનમાં માદક પદાર્થોની હેરાફેરી તથા દારૂ-જુગારની પ્રવૃતિને શોધી કાઢવા માટે સુચના આપતા રાજકોટ રેલવે ડીવીઝનના ડીવાયએસપી પી.પી. પીરોજીયાના માર્ગદર્શન હેઠળ રેલવેની સ્કવોડ અને એલસીબીની ટીમના પીઆઇ એસ. બી. પરમાર, એએસઆઇ દિનેશભાઇ સોસા, હરીશચંદ્રસિંહ, કાંતીલાલ, સિધ્ધરાજસિંહ, ધર્મેન્દ્રસિંહ, મધુરાજસિંહ, દિવ્યરાજસિંહ, મનસુખભાઇ, વનરાજભાઇ, અનીલભાઇ, શૈલેષભાઇ અને વેલાભાઇ સહિત ચેકીંગમાં હતા ત્યારે કોન્સ. મધુરાજસિંહ અને સર્વેલન્સ સ્કવોડના સિધ્ધરાજસિંહને ટ્રેનમાંથી કેટલાક શંકાસ્પદ પાર્સલો બુક થઇને પાર્સલ વિભાગમાં આવ્યા હોવાની બાતમીના આધારે વોચમાં હતા ત્યારે ૩૬ કલાક સુધી રાત દિવસની વોચ દરમ્યાન ગઇકાલે બે શખ્સો પાર્સલ લેવા આવેલા સુરેન્દ્રનગરના તનવીર અહેમદભાઇ જુણેજા (ઉ.વ. ર૪) અને શાહરૂખ ઉર્ફે અખ્તર ગફારભાઇ મામાણી (ઉ.વ.ર૪) ને પાર્સલમાંથી આવેલી રૂ. ૮ર૯પ૦ની કિંમતની દારૂની ર૩૭ બોટલ તથા ત્રણ મોબાઇલ ફોન મળી રૂ. ૧,૩૩,૮પ૦/ના મુદામાલ સાથે પકડી લીધા હતા. આ ૧૦ પાર્સલો કોચુવેલી પોરબંદર ટ્રેનમાંથી આવ્યા હતા. આ દારૂનો જથ્થો કયાંથી મંગાવ્યો અને કોને પહોંચાડવાનો હતો તે અંગે પોલીસે તપાસ આદરી છે.