ઓશો સન્ય પ્રકાશ ધ્યાન મંદિરે શનિવારે ઓશો સંબોધિ દિવસ- ધ્યાન શિબિર- સન્યાસ ઉત્સવ
અમેરિકાની ઓશો સંબોધિ દિવસની દુર્લભ વિડીયો દર્શાવવામાં આવશે : શિબિર આયોજક સ્વામી સત્ય પ્રકાશ- મોરબીના ઓશો મનન ધ્યાન કેન્દ્રના સંચાલક સ્વામિ પ્રભુ સરસ્વતી અને વિજયભાઈ ભૂવાઃ શિબિર સંચાલકઃ સ્વામી સત્ય પ્રકાશ, કાર્યક્રમ સંચાલીકા પૂર્વીબેન : તાવ, શરદી, ઉધરસ હોય તેવા લોકોે શિબીરમાં ભાગ નહિ લેવા અનુરોધઃ નામ નોંધણી શરૂ

રાજકોટઃ ઓશોનો સૂત્ર ''ઉત્સવ અપાર'' આનંદ આમારા ગૌત્રને સાર્થક કરતા વિવિધ કાર્યક્રમો જેવા કે ઓશો ધ્યાન શિબિરો, ઓશો સાહિત્ય પ્રદર્શનો, ઓશો સન્યાસ ઉત્સવ, ભજન- કિર્તન, ગીત- સંગીત, વિવિધ સંપ્રદાયોના ઉત્સવો, વિશ્વ દિવસ વગેરે છેલ્લા ૩૪ વર્ષોથી ૨૪ કલાક ઓશો કાર્યથી ધમધમતું વિશ્વનું એક માત્ર ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે અવાર નવાર ઉજવવામાં આવે છે.
આગામી તા.૨૧ને શનિવારે ઓશો સંબોધી દિવસ નિમિતે મોરબીના ઓશો મનન ધ્યાન કેન્દ્રના સંચાલક સ્વામી પ્રભુ સરસ્વતીજી, વિજયભાઈ ભુવા તથા સ્વામિ સત્ય પ્રકાશ દ્વારા બપોરના ૩ થી રાત્રીના ૮:૩૦ દરમ્યાન શિબિરનું આયોજન કરેલ છે. શિબિર દરમ્યાન ઓશોના વિવિધ ધ્યાન પ્રયોગો, અમેરિકાની ઓશો સંબોધિ દિવસની દુર્લભ વિડીયો દર્શાવવામાં આવશે. ઓશો સન્યાસી મીસ્ત્રી દ્વારા વિશેષ, ધ્યાન, ઓશો સંબોધિ, કિર્તન, સંધ્યા, સત્સંગ, સન્યાસ ઉત્સવ બાદ રાત્રે ૮:૩૦ વાગ્યે મહાપ્રસાદ (હરિહર) રાખેલ છે. શિબિરનું સંચાલન સ્વામી સત્ય પ્રકાશ તથા કાર્યક્રમનું સંચાલન પૂર્વીબેન કરશે.
ઉપરોકત શિબિરમાં સહભાગી થવા માટે ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે રૂબરૂ અથવા સાથમાં આપેલ મો.નંબર પર એસએમએસ દ્વારા નામ નોંધણી કરાવવી અત્યંત જરૂરી છે.
ખાસ નોંધઃ- તાવ, ઉધરસ, શરદી વાળા હાલની સંક્રામક બિમારી વાળાને શિબિરમાં સહભાગી થવા દેવામાં નહી આવે.
સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર, ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે, ૪ વૈદવાડી, ડી- માર્ટની પાછળની શેરી, રાજકોટ.
વિશેષ માહીતી તથા સહભાગીતા એસએમએસ માટે સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪૨૭૨ ૫૪૨૭૬, સંજીવ રાઠોડ મો.૯૮૨૪૮ ૮૬૦૭૦