રાજકોટમાં પાલક પિતાએ સગીર પુત્રી પર દુષ્કર્મ ગુજાર્યું : દીકરીએ જન્મ આપેલ નવજાત બાળકનું મોત
બે દિવસની સારવાર બાદ તાજા જન્મેલા બાળકનું મોત

રાજકોટ :રાજકોટમાં પાલક પિતાએ 16 વર્ષની દીકરી પર વારંવાર દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ મહિલા પોલીસ મથકમાં નોંધાઇ હતી.આ જઘન્ય ઘટનાને પગલે દીકરીએ બાળકને જન્મ આપ્યો હતો અને તેનું મોત નીપજ્યું હતું.
મહિલા પોલીસ મથકમાં પીડિત દીકરીની માતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મ પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો સાથે જ આરોપી પિતાની શોધખોળ પણ શરૂ છે. ત્યારે પડી દીકરી હાલ શહેરની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ દીકરીએ શનિવારના રોજ એક બાળકને જન્મ પણ આપ્યો હતો. બે દિવસની સારવાર બાદ તાજા જન્મેલા બાળકનું મોત નિપજતા પોલીસે મૃતક બાળક નું પીએમ કરાવી તેની દફનવિધિ પણ કરી છે.
મહિલા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદમાં પીડિત દીકરીની માતાએ જણાવ્યું હતું કે તેની પુત્રી જ્યારે ત્રણ વર્ષની હતી ત્યારે તેના પિતા તેને અને તેની પુત્રીને છોડીને જતા રહ્યા હતા બાદમાં પોતે જેરામ નેપાળી સાથે લગ્ન કર્યા હતા. ત્યારે તાજેતરમાં જ દીકરીનું પેટ વધી જતાં પોતાને શંકા ગઈ હતી જે બાદ તબીબી તપાસ કરાવતા દીકરી ગર્ભવતી બની હોવાનું ડોક્ટરો દ્વારા જણાવવામાં આવ્યું હતું.
ત્યારે સમગ્ર મામલે દીકરીની પૂછપરછ કરતાં તેને સમગ્ર હકીકત જણાવી હતી. મહિલા પોલીસ મથકમાં માતાએ જણાવ્યું છે કે તેની પીડિત દીકરીને હાલ ચાર માસનો ગર્ભ છે. ત્યારે તેનો સાવકો પિતા જેરામ નેપાળી બે વર્ષથી તેની દીકરી સાથે ધરાર શારીરિક સંબંધ બાંધતો હતો તો સાથે જ ધમકી આપતો હતો કે જો આવા તે કોઈને પણ કરશે તો તેને જાનથી મારી નાખશે જેના કારણે દીકરી કરી જતા આ વાત કોઈને કરી નહોતી