News of Thursday, 19th March 2020
અમેરિકાના 2 સાંસદો કોરોના વાઇરસની ઝપટમાં : મોતનો આંકડો 150 ને પાર : પ્રેસિડન્ટ ટ્રમ્પએ રાષ્ટ્રીય આપત્તિ માટે 100 અબજ ડોલરનું ફંડ ફાળવ્યું

વોશિંગટન : અમેરિકાના 2 સાંસદો કોરોના વાઇરસની ઝપટમાં આવી ગયા હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.જેમાં રિપબ્લિકન પાર્ટીના ફ્લોરિડાના પ્રતિનિધિ મારિઓ ડિયાઝ બલર્ટ તથા ઉતાહના ડેમોક્રેટ પ્રતિનિધિ બેન મૈકએડમ નો સમાવેશ થાય છે.જેઓનો ટેસ્ટ શનિવાર પોઝિટિવ આવ્યો છે.
આ સમયે પ્રેસિડન્ટ ટ્રમ્પએ રાષ્ટ્રીય આપત્તિ માટે 100 અબજ ડોલરનું ફંડ ફાળવ્યું છે. હાલમાં અમેરિકામાં કોરોના વાઇરસને કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 150 ને પાર કરી ગઈ છે.
(12:12 pm IST)