એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 17th March 2020

નાગરિકતા સંશોધન કાનૂન ભારતીયોની નાગરિકતા,માનવ અધિકાર તથા લોકશાહીના મૂલ્યોનું જતન કરશે : પાકિસ્તાન ,અફઘાનિસ્તાન ,તથા બાંગ્લાદેશના લઘુમતી હિંદુઓ ,ખ્રિસ્તી,જૈન,પારસી ,સહીત નોન મુસ્લિમને નાગરિકતા આપશે : કેન્દ્ર સરકારની સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ

ન્યુદિલ્હી : નાગરિકતા સંશોધન કાનૂનના વિરોધમાં સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી પિટિશનના જવાબમાં ભારત સરકારે વિસ્તૃત ખુલાસા સાથે એફિડેવિટ રજુ કરી છે.જેમાં જણાવાયા મુજબ આ કાનૂન ભારતીયોની નાગરિકતા ,માનવ અધિકાર ,તથા લોકશાહીનું જતન કરશે
એફિડેવિટમાં જણાવાયા મુજબ પાકિસ્તાન ,અફઘાનિસ્તાન ,તથા બાંગ્લાદેશના લઘુમતી હિંદુઓ ,જૈનો ,ખ્રિસ્તીઓ ,તથા પારસીઓ કે જેઓ 2014 ની સાલ પહેલા ભારતમાં આવીને વસેલા છે તેમને નાગરિકતા આપશે .આ કાનૂનથી અન્ય દેશો સાથેના ભારતના નાગરિકતા ધારા અંગે કોઈ ફેરફાર કરાયો નથી.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(7:27 pm IST)