News of Tuesday, 17th March 2020
એશિયન અમેરિકન મતદારોને ચૂંટણીની પ્રક્રિયાથી વાકેફગાર કરશે ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી શોભના જોહરી વર્મા : શિકાગો બોર્ડ ઓફ ઈલેક્શન કમિશ્નર્સએ સુશ્રી શોભનાની સેવાઓ લેવાનું નક્કી કર્યું

શિકાગો : અમેરિકાના શિકાગોમાં એશિયન અમેરિકન નાગરિકોની વસ્તી વધી રહી છે.આ કોમ્યુનિટીને ઈંગ્લીશ ભાષાનું જ્ઞાન ઓછું હોવાથી તેઓને તેમની સ્થાનિક ભાષામાં મતદાનનું મહત્વ સમજાવી મત આપવા પ્રેરવા માટે શિકાગો બોર્ડ ઓફ ઈલેક્શન કમિશ્નર્સએ ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી શોભના જોહરી વર્માની સેવાઓ લેવાનું નક્કી કર્યું છે.
ઈલેક્શન બોર્ડના ઉપરોક્ત નિર્ણયને એશિયન અમેરિકન એડવાન્સિંગ જસ્ટિસ શિકાગો તથા સાઉથ એશિયન અમેરિકન પોલિસી એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટે વધાવ્યો છે.
સુશ્રી શોભના એશિયન અમેરિકન મતદારોને મત આપવાની પ્રક્રિયાથી વાકેફગાર કરશે તથા સરળ હિન્દી ભાષામાં તેઓને ચૂંટણીને લગતી તમામ કાર્યવાહી સમજાવશે
(6:59 pm IST)