News of Tuesday, 17th March 2020
ઇટાલીમાં છેલ્લા 5 જ દિવસમાં કોરોના વાઇરસથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા ડબલ : વર્તમાનપત્રોમાં અવસાન નોંધના દસ દસ પાના પણ ઓછા પડી રહ્યા છે

રોમ : સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસના કહેર વચ્ચે ઇટાલી સહુથી આગળ નીકળી ગયું છે.જેની પ્રતીતિ સ્થાનિક અખબારોમાં આવી રહેલી અવસાન નોંધની જાહેરાતો દ્વારા જોવા મળે છે.આ જાહેરાતો અધધ.....10 પાના રોકવા લાગી છે.કારણકે અહીંયા છેલ્લા પાંચ જ દિવસમાં મોતના આંકડા ડબલ થઇ જવા પામ્યા છે.સમગ્ર વિશ્વમાં આ વાઇરસથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 7 હજાર થઇ ગઈ છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
(1:59 pm IST)