એન. આર. આઈ. સમાચાર
News of Monday, 16th March 2020

મુસ્લિમોનું ત્રીજા નંબરનું પવિત્ર તીર્થ સ્થાન અલ અક્સા મસ્જિદ બંધ : કોરોના વાઇરસનો ફેલાવો અટકાવવા હાલની તકે લેવાયેલો કામચલાઉ નિર્ણય

તહેરાન : મુસ્લિમોના  ત્રીજા નંબરના  પવિત્ર તીર્થ સ્થાન તરીકે સુવિખ્યાત ઈરાનમાં આવેલ અલ અક્સા મસ્જિદ અનિશ્ચિત મુદત માટે બંધ રહેશે તેમ મસ્જિદના સંચાલક શેખ ઉંમર કસવાનીએ જણાવ્યું છે.જેનો હેતુ કોરોના વાઇરસ સામે સાવચેતી હોવાનું તેમણે જણાવ્યું હતું
નમાજીઓ મસ્જિદ બહાર નમાજ પઢી શકશે
ઉલ્લખનીય છે કે આ અગાઉ પ્રથમ અને બીજા નંબરના ગણાતા તીર્થ સ્થાનો મક્કા અને મદીનામાં પણ વિદેશીઓને આવવા ઉપર હાલની તકે પ્રતિબંધ મુકાયો હતો .
 

(12:37 pm IST)