તમામ અમેરિકન માટે કોરોના વાઇરસ ટેસ્ટની સુવિધા ઉપલબ્ધ બનાવો : અમેરિકાના પ્રેસિડન્ટ પદના ડેમોક્રેટ ઉમેદવાર ભારતીય મૂળના હિન્દૂ કોંગ્રેસવુમન સુશ્રી તુલસી ગબ્બાર્ડની ડોનાલ્ડ ટ્રમ્પને અપીલ

સાન ફ્રાન્સિસ્કો : અમેરિકાના પ્રેસિડન્ટ પદના ડેમોક્રેટ ઉમેદવાર ભારતીય મૂળના હિન્દૂ કોંગ્રેસવુમન સુશ્રી તુલસી ગબ્બાર્ડએ વર્તમાન રિપબ્લિક પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને અપીલ કરતા જણાવ્યું છે કે વર્તમાન કોરોના વાઇરસના વિશ્વ વ્યાપ્ત ફેલાવાએ અમેરિકામાં પણ પગ પેસારો કર્યો છે.જેના અનુસંધાને તમામ અમેરિકન માટે કોરોના વાઇરસ ટેસ્ટની સુવિધા અપાવવી જરૂરી છે.
તેમણે ઉમેર્યું હતું કે ચીન ,જાપાન ,સાઉદી કોરિયા ,સહિત તમામ કોરોનાગ્રસ્ત દેશોમાંથી અમેરિકા આવતા લોકોનો એરપોર્ટ ઉપર જ ટેસ્ટ કરી લઇ ત્યાર પછી જ પ્રવેશ આપવો જોઈએ ,ભલે આ પધ્ધતિ ખર્ચાળ છે.પણ જરૂરી છે.તેમજ જરાપણ કોરોના વાઇરસના લક્ષણો દેખાય તેઓને એરપોર્ટ ,સ્કૂલો ,કોલેજો,હોસ્પિટલ્સ,તથા ડોક્ટરના ક્લિનિકમાં ટેસ્ટ કરાવવા માટે તાત્કાલિક મોકલી શકવાની સુવિધા ઉપલબ્ધ કરાવવી જોઈએ તેવું તેમણે સમાચાર સૂત્રોને જણાવ્યું હતું