એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 14th March 2020

અમેરિકાની ન્યુયોર્ક કાઉન્સિલે સતત છઠ્ઠા વર્ષે CCNSF માટે ફંડ ફાળવ્યું : જુદા જુદા વર્ણો તથા કોમ્યુનિટીના બનેલા 68 નોનપ્રોફિટ ઓર્ગેનાઇઝેશન માટે 11.25 મિલિયન ડોલર ફાળવ્યા

ન્યુયોર્ક : તાજેતરમાં અમેરિકાની ન્યુયોર્ક કાઉન્સિલે સતત છઠ્ઠા વર્ષે CCNSF માટે ફંડ ફાળવ્યું છે.જે અંતર્ગત જુદા જુદા વર્ણો તથા કોમ્યુનિટીના બનેલા 68 નોનપ્રોફિટ ઓર્ગેનાઇઝેશન માટે 11.25 મિલિયન ડોલર ફાળવાયા છે. જેનો ઉપયોગ જે તે ઓર્ગેનાઇઝેશનમાં સમાવિષ્ટ લોકો માટે થશે.
આ નોનપ્રોફિટ ઓર્ગેનાઈઝેશન્સ માં એશિયન અમેરિકન ફેડરેશન ,કોલીશન ફોર એશિયન અમેરિકન ચિલ્ડ્રન એન્ડ ફેમિલીઝ ,હિસ્પનીક ફેડરેશન ,તથા ન્યુયોર્ક અર્બન લીગ સહિતનાઓનો સમાવેશ થાય છે.જેઓના  નેજા હેઠળ કોમ્યુનિટી સેવાઓ,શિક્ષણ ,આરોગ્ય ,સહિતની બાબતો માટે આ ફંડનો ઉપયોગ કરાશે

ઉપરોક્ત નિર્ણયને એશિયન અમેરિકન ફેડરેશનના જો એન યુ, કોલીશન ફોર એશિયન અમેરિકનના અનિતા ગૂંદાંના ,હિસ્પનીક ફેડરેશનના ફ્રેન્કી મિરાન્ડા ,તથા ન્યુયોર્ક અર્બન લીગના અર્વા રાઇસે આવકાર્યું છે.તેવું જુ હાન દ્વારા જાણવા મળે છે.

(12:27 pm IST)