મુખ્ય સમાચાર
News of Thursday, 19th March 2020

ભારત માટે મોટી રાહત : કોમ્યુનિટીમાં હજી નથી ફેલાઇ રહ્યું સંક્રમણ : ICMR નો દાવો

એક વ્યક્તિમાં પોઝિટીવ લક્ષણો દેખાયા તો તેના કારણે આખા વિસ્તારમાં આ વાયરસ ફેલાઇ રહ્યો.નથી

નવી દિલ્હી : ભારતમાં કોરોના વાયરસનાં કેસ વધવાના અહેવાલ વચ્ચે રાહતના સમાચાર મળ્યા છે  ઇન્ડિય કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ દાવો કર્યો છે કે, ભારતમાં કોરોના વાયરસ કમ્યુનિટીમાં ફેલાઇ નથી રહ્યો. જેનો અર્થ એવો છે કે, એક વ્યક્તિમાં પોઝિટીવ લક્ષણો દેખાયા તો તેના કારણે આખા વિસ્તારમાં આ વાયરસ ફેલાઇ નથી રહ્યો.

 

દેશમાં કોરોના બીજા ફેઝમાં છે અને ત્રીજા ફેઝમાં ન પહોંચે તે માટે સરકાર મહત્વનાં પગલા ભરી રહી છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ પ્રમાણે સંક્રમિત લોકોનો આંકડો જોવામાં આવે તો આ લોકો વિદેશ પ્રવાસ કરીને આવ્યાં છે. આનો સીધો અર્થ એવો છે કે આ વાયરસ દેશમાં ગતિથી નથી ફેલાઇ રહ્યો. દેશનાં અનેક રાજ્યોમાં સ્કૂલ અને કોલેજોને 31 માર્ચ સુધી બંધ કરી દેવામાં આવી છે. આ અંગે સરકારે ગાઇડલાઇન્સ પણ જારી કરવામાં આવી છે. મહત્વનું છે કે, ICMRએ વિવિધ વિસ્તારોમાંથી સેમ્પલ લીધા હતા. જેને ટેસ્ટિંગ માટે મોકલી દેવામાં આવ્યાં છે મળતી જાણકારી પ્રમાણે, 826 લોકોનાં સેમ્પલ નેગેટીવ આવ્યાં
 દેશભરમાં કોરોના વાયરસ ફેલાવાના ખતરાને જોતાં મુસાફરોની ઘણી ઓછી સંખ્યાના કારણે ભારતીય રેલવેએ તમામ ઝોનની મળીને તકેદારીના ભાગ રૂપે બુધવાર સુધી 80 ટ્રેનોને રદ કરી હતી. જેમાં ઉત્તર રેલવેની 8 ટ્રેનો સામેલ છે. તેમાં દિલ્હી સરાય રોહિલ્લા પઠાણકોટ એક્સપ્રેસ, અંબાલા કેન્ટ શ્રીગંગાનગર અંબાલા ઇન્ટરસિટી એક્સપ્રેસ, નવી દિલ્હી ફિરોજપુર શતાબ્દી એક્સપ્રેસ, છત્રપતિ શિવાજી મહારાજ નિજામુદ્દીન રાજધાની એક્સપ્રેસ અને હજરત નિજામુદ્દીનથી છત્રપતિ શિવાજી ટર્મિનસ રાજધાની એક્સપ્રેસ સામેલ છે.

(11:12 pm IST)