હોંગકોંગમાં કોરોનાથી શ્વાનનું મોતઃ વાયરસ માણસ સુધી સીમિત ન રહેતા ભયાવહતા વધવાની શકયતા

વોશીગ્ટનઃ હોંગકોંગ શહેર, વુહાન સહીત આખા ચીનમાં કોરોનાથી ૩૨૩૭ લોકો જીવ ગુમાવી ચૂકયા છે. વિશ્વના ૧૭૦ દેશોમાં કોરોના ફેલાયો છે. હાલમાં દિલ્હીમાં એનસીડીસીમાં બનાવામાં આવેલ કોરોના કન્ટ્રોલ રૂમમાં લોકોએ પોતાના પાળતુ જાનવરોથી કોરોના ફેલાવા સંબંધી સવાલો પૂછયા હતા.
સંક્રમણની ભયાવહતાનો અંદાજો એના ઉપરથી લગાવી શકાય છે કે વાયરસ હવે માણસો સુધી સીમિત નથી રહ્યો. તે પાળતુ પ્રાણીઓ માટે પણ ખતરો બની ગયો છે. હોંગકોંગમાં કોરોના સંક્રમિત ૧૭ વર્ષના પાળતુ પોમેરીયન જાતિના શ્વાને ૧૬ માર્ચે જીવ ગુમાવ્યો છે. પોસ્ટ મોર્ટમમાં પણ કોરોના હોવાની પુષ્ટી થઈ હતી. નવાઈની વાત એક છે કે શ્વાનને ૧૪ દિવસ ઓર્બ્ઝવેશનમાં રખાયા બાદ તેને કોરોના મુકત જાહેર કરાયેલ.
હોંગકોંગ કૃષી, મત્સ્યપાલન અને સંરક્ષણ વિભાગના પ્રવકતાએ જણાવેલ કે ડોગી ૬૦ વર્ષીય મહિલા ચાઉ હાઉ યીનું હતું. ૨૫ ફેબ્રુઆરીએ હોસ્પિટલમાં દાખલ યી ને કોરોના પોઝીટીવ આવેલ. સ્વાસ્થ્યમાં સુધાર બાદ મહિલાને ૮ માર્ચે રજા અપાઈ હતી. સંક્રમણના લક્ષણ દેખાતા તેના ડોગીને ૨૬ ફેબ્રુઆરીથી અલગ રાખી તેના ઉપર પરિક્ષણ કરાયેલ. ડબલ્યુએચઓએ જણાવેલ કે ડોગીમાં કોરોનાનો વાયરસ ફેલાયાનો આ પહેલો મામલો હતો.