અવકાશી તાંડવ સર્જાશે ? ૨૮ એપ્રિલે ઉલ્કાપીંડ પૃથ્વીની ખુબ નજીકથી પસાર થશેઃ ૪૦ લાખ માઇલ દુર છે

આગામી ૨૯મી એપ્રિલ, ૨૦૨૦ના રોજ એક અવકાશીય દ્યટના બનશે જેમાં એક વિશાળ ખગોળીય ઉલ્કાપિંડ પૃથ્વીની નજીકથી પસાર થશે. આ દ્યટનાના પર અવકાશશાસ્ત્રીઓ અને સંબંધિત પ્રોફેશનલની ચાપતી નજર છે. નિષ્ણાતોના મતે આ અવકાશી ઉલ્કાપિંડની પહોંળાઈ ઓછામાં ઓછા એક માઈલ એટલે કે ૧.૮ કિમી છે. આ અવકાશી ઉલ્કાપિંડને જોવા માટે વર્ચ્યુઅલ ટેલિસ્કોપ પ્રોજેકટ જાહેર જનતા માટે ઉપલબ્ધ બનશે, જોકે કોરોનાને પગલે આ યોજના પડતી મુકવામાં આવે તેવી શકયતા છે. આ અવકાશી ઉલ્કાપિંડ પૃથ્વીથી આશરે ૪ મિલિયન માઈલ (૬ મિલિયન કિમી) દૂર થશે. અવકાશી ગણતરી પ્રમાણે આ અંતર ઓછું ગણાય છે. પૃથ્વી-ચંદ્ર વચ્ચે રહેલા અંતરના લગભગ ૧૬ ગણુ છે. અવકાશીય સ્થિતિની વ્યાખ્યામાં આ અંતર ખૂબ જ ઓછું કહી શકાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે નજીકના ભવિષ્યમાં એવા કેટલાક અવકાશી ઉલ્કપિંડ પૃથ્વીથી ખૂબ નજીકથી પસાર થશે. વર્ષ ૨૦૨૯માં એટેરોઈડ (૪૧૫૦૨૯) ૨૦૧૧ યુએલ૨૧ પણ ૪૧૫૦૨૯ માઈલ અંતરથી પસાર થવાનો છે.