કોરોના ઈફેકટઃ ટ્રેનો કેન્સલ થતા અને મુસાફરો ઘટતા રેલવેની આવકમાં તીવ્ર ઘટાડો

નવી દિલ્હી, તા.૧૯: વિશ્વના ૧૫૦થી વધુ દેશોને ભરડામાં લેનાર કોરોના વાયરસના ઝપટમાં હવે ભારતમાં પણ આવી ગયું છે. નાગરિક ઉડ્ડયન બાદ રેલવે બીજો એવો સેકટર છે જયાં કોરોનાના કારણે તેની આવકમાં તીવ્ર દ્યટાડો થયો છે. બુધવારે વિવિધ ઝોનની લગભગ ૩૬ ટ્રેન કેન્સલ થઈ છે. રેલ મંત્રાલયના દ્રષ્ટિ ડેશબોર્ડે ગયા વર્ષની સરખામણી કરતા એક અઠવાડિયામાં બુક કરાયેલી ટિકિટની સંખ્યામાં લગભગ ૩૨.૬ ટકાનો ઘટાડો દર્શાવ્યો છે. આ ઉપરાંત હોળી બાદ NH નેટવર્કના ટોટલ ટોપ રેવન્યુ કલેકશનમાં પણ ૨૦ ટકાનો ઘટાડો થયો છે.
પેસેન્જર અને દૈનિક આવક અપડેટ કરનારા ડેશબોર્ડના ડેટા મુજબ છેલ્લા ૭ દિવસમાં રેલવે ટિકિટ બુકિંગની સંખ્યા ઘટીને ૪૫.૩૫ લાખ થઈ છે. ગત અઠવાડિયે મંગળવારે બુક કરાયેલી સરેરાશ બુકિંગનું વિશ્લેષણ કરતા ટિકિટ વેચાણમાં આશરે ૪૦ ટકાનો દ્યટાડો નોંધાયો છે. જે આગામી સમયમાં વધુ ટિકિટની બુકિંગ ઘટવાનો સંકેત છે.
મંગળવારે વેચાયેલી ટિકિટની સંખ્યા ૩.૯૬ લાખ નોંધાઈ હતી. જયારે ગત અઠવાડિયે ટિકિની સંખ્યા ૬.૪૮ લાખ હતી. આંકડા દર્શાવે છે કે છેલ્લા એક અઠવાડિયામાં ટિકિટની બુકિંગની સંખ્યા ઘટી ગઈ છે. તેમજ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ટિકિટ બુંકિગમાં લગભગ ૩૯ ટકાનો ઘટાડો થયો છે. મંગળવારે ટિકિટની કુલ આવક ૩૫ કરોડ થઈ હતી. જયારે ગત અઠવાડિયામાં કોઈ પણ દિવસની ટિકિટની કુલ આવક ૬૯ કરોડ હતી. સુત્રોએ જણાવ્યું કે, હોળીના એક દિવસ પહેલા રેલવેની દૈનિક આવક ૮૦-૮૫ કરોડ હતી જે દ્યટીને હવે ૬૦-૬૫ કરોડ થઈ છે.(