રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ લીધો મોટો નિર્ણય : કર્મચારીઓ કરશે ઘરેથી કામ
જો કે, આમાં હોસ્પિટલ, રિટેલ દુકાનો અને ટેલિકોમ સેવાઓ કંપનીના કર્મચારીઓનો સમાવેશ થતો નથી

નવી દિલ્હી, તા.૧૯: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ તેના તમામ કર્મચારીઓને કોરોના ફેલાવાને ધ્યાનમાં રાખીને ઘરેથી કામ કરવાની મંજૂરી આપી છે. જો કે, આમાં હોસ્પિટલ, રિટેલ દુકાનો અને ટેલિકોમ સેવાઓ કંપનીના કર્મચારીઓનો સમાવેશ થતો નથી. તેમા ઓછા કર્મચારીઓથી કામ ચલાવામાં આવશે.
ટેલિકોમથી લઇને પેટ્રોલ ક્ષેત્રે કામ કરતી કંપનીએ તેના તમામ કર્મચારીઓને ઘરેથી કામ કરવાની છૂટ આપી છે. આ વ્યવસ્થા દેશ-વિદેશમાં પોસ્ટ કરેલી કંપનીના કર્મચારીઓને લાગુ પડશે. આ સિસ્ટમ ૩૧ માર્ચ સુધી અમલમાં રહેશે.
જો કે સમુહ કાર્યસ્થળે ઓછામાં ઓછા કર્મચારીઓની સંખ્યા રાખશે જેથી કામગીરી સરળતાથી જાળવી શકાય. આ અંગે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પ્રવકતાએ જણાવ્યું હતું કે કંપનીએ તમામ કર્મચારીઓને ઘરેથી કામ કરવાની છૂટ આપી છે.
જોકે જરૂરીયાતોને ધ્યાનમાં રાખીને જરૂરી સેવા ઉપલબ્ધ કરાવશે.તેનો મુખ્ય વ્યવસાય રિટેલ કરાણાનો વ્યવસાય, ટેલિકોમ સેવા,હોસ્પિટલો અને અન્ય આવશ્યક સેવાઓ ખુલ્લી રહેશે. જોકે તેમાં કર્મચારીઓની સંખ્યા આશરે ૧૦ ટકા હશે.