News of Thursday, 19th March 2020
ઈરાનમાં કોરોનાઈરાનમાંને કારણે વધુ 147 લોકોના મોત :કુલ 17,361 કેસ નોંધાયા : : મૃત્યુઆંક 1135
લોકોને આગામી બે અઠવાડિયા ઘરની અંદર રહેવાની સલાહ

નવી દિલ્હી : કોરોનાને કારણે વધુ 147 લોકોના મોત થયા છે. તે સાથે દેશમાં કોરોનાથી મરનારા લોકોની સંખ્યા 1 હજાર 135 થઈ ગઈ છે. ઇરાન હાલમાં પશ્ચિમ એશિયામાં કોરોનાનું કેન્દ્ર બન્યું છે.ઇરાનને કારણે પાકિસ્તાન, યુએઈ, બહેરિન અને કુવૈત જેવા આસપાસના ઘણા દેશોમાં કોરોનાના ઘણા કેસ નોંધાયા છે. તેથી ઈટલીના નાયબ આરોગ્ય પ્રધાન અલીરાજા રેસીએ લોકોને આગામી બે અઠવાડિયા ઘરની અંદર રહેવાની સલાહ આપી છે. ઈરાનમાં કોરોના ચેપના 1 હજાર 192 કેસ નોંધાયા છે. જ્યારે પીડિતોની કુલ સંખ્યા વધીને 17 હજાર 361 થઈ ગઈ છે.
(12:43 pm IST)