વિદેશથી યાત્રા કરીને પાછા ફરેલા 530 લોકોની શોધખોળ : WHO એ પાસપોર્ટ ઓફિસે સરનામું.મોબાઈલ નંબર માંગ્યા
13 જિલ્લાના લોકો બેથી ત્રણ મહિના પહેલાં વિવિધ દેશોની યાત્રા કરીને પરત ફર્યા છે

નવી દિલ્હી : વિદેશની યાત્રા કરી પરત ફરેલા ૧૩ જિલ્લાના ૫૩૦ લોકોની શોધખોળ હાથ ધરાઈ છે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ક્ષેત્રીય પાસપોર્ટ ઓફિસ પાસેથી વિદેશથી પરત ફરેલા તમામ મુસાફરોના મોબાઈલ નંબર અને સરનામા માગ્યા છે. આ તમામ યાત્રિકો બેથી ત્રણ મહિના પહેલાં વિવિધ દેશોની યાત્રા કરીને પરત ફર્યા હતા. એવું મનાય રહ્યું છે કે આ લોકોની તબિયતની તપાસ કરાવવામાં આવશે.
કોરોના વાયરસને અટકાવવા માટે મોટા સ્તરે પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને વિદેશથી આવનારા લોકો ઉપર નજર રાખવામાં આવી રહી છે. તમામને તબિયતની તપાસ કરી ભાળ મેળવવામાં આવી રહી છે કે કોઈનામાં કોરોના વાયરસના લક્ષણ તો નથી ને. આ વાતને ધ્યાનમાં રાખી વિશ્ર્વ સ્વાસ્થ્ય સંગઠને ગાજિયાબાદ સ્થિત ક્ષેત્રિય પાસપોર્ટ ઓફિસમાંથી ૫૩૦થી વધુ લોકોના મોબાઈલ નંબર અને સરનામા માગ્યા છે. આ લોકો ગાજિયાબાદ, બાગપત, મેરઠ, શામલી, મુઝફફરનગર, સહારનપુર, હાપુડ, હાથરસ, અલીગઢ, બુલંદશહર, આગ્રા, ગૌતમબુદ્ધનગર અને મથુરાના રહેવાસી છે. આ જિલ્લાના લોકો બેથી ત્રણ મહિના પહેલાં વિવિધ દેશોની યાત્રા કરીને પરત ફર્યા છે