કોરોનાના નામે ૫૦૦ રૂપિયે લિટર ગૌમૂત્ર વેચનારા ફૂટી નીકળ્યા
કોલકતા,તા.૧૯: પશ્ચિમ બંગાળના હુગલીમાં કોરોના વાઇરસની દવા તરીકે ગૌમૂત્ર અને ગાયનું છાણ વેચનારા ૫૦ વર્ષના શેખ મહમૂદ અલીની ધરપકડ કરવામાં આવી હતી. હુગલી પાસેના ધાનકુનીમાં દૂધનો ધંધો કરનારો શેખ ભારતની ગાયનું મૂત્ર ૫૦૦ રૂપિયે લિટર અને જર્સી ગાયોનું મૂત્ર ૪૦૦ રૂપિયે લિટર વેચતો હતો. ચમત્કાર અને વાંધાજનક પ્રચાર તેમ જ બદઇરાદાભર્યા કૃત્યોનીકાનૂની કલમો હેઠળ શેખ સામે બિનજામીનપાત્ર ગુનો નોંધીને તેની ધરપકડ કરવામાં આવી હતી. શેખને કોર્ટમાં હાજર કરવામાં આવતાં મેજિસ્ટ્રેટ તેને ચાર દિવસ જુડિશ્યલ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો. દરમ્યાન કલકત્ત્।ા પાસેના જોરાસાન્કો ખાતે ભારતીય જનતા પક્ષના નેતાએ યોજેલી 'ગૌમૂત્ર પાર્ટી'ના અનુસંધાનમાં પોલીસે કેસ નોંધ્યો હતો. કલકત્ત્।ાના નોર્થ દિનાજપુર જિલ્લાના રાયગંજમાં પણ બીજેપીએ ગૌમૂત્ર પીવાનો કાર્યક્રમ યોજયો હતો.