કોરોનાની માત
ચીનની અર્થવ્યવસ્થાને એક વાયરસે ૫૦ વર્ષ પાછળ ધકેલ્યું
'ડ્રેગન' થયું ચિંતાતુર : બેરોજગારીનો ડર સતાવી રહ્યો છે : ખરીદારમાં થયો મોટા પાયે ઘટાડો

નવી દિલ્હી તા. ૧૯ : વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા ચીનને કોરોનાએ ૫૦ વર્ષ પાછળ ધકેલી દિધી છે ત્યાં બીજી બાજુ છુટક વેચાણમાં ૨૦ ટકાથી વધુનો ઘટાડો થયો છે. જ્યારે ઔદ્યોગિક ઉત્પાદન દર ૧૦ ટકાથી વધુ ઘટાડો થયો છે. તેમના કુલ ઉત્પાદનનો ૫૦ ટકાથી વધુ નિકાસ કરનારા ચીનથી કોઇપણ દેશ માલ લેવા માટે તૈયાર નથી.
કોરોનાના કેન્દ્ર વુહાનને છોડીને ચીનના અન્ય શહેરોમાં થોડી આર્થિક ગતિવિધિઓ જોવાનું શરૂ થયું હતું પરંતુ તેના વિશ્વના અન્ય દેશોમાં તેજીથી પ્રસારને જોઇને ચીનના ઉપભોકતાઓને ફરીથી બજાર જવું અને ખરીદી કરવાનું બંધ કરી દીધું છે.
વેચાણમાં ઘટાડો અને ઉત્પાદન ઘટવાની સાથે ચીનને હવે વધતી બેરોજગારીએ પણ ધંધે લગાડયું છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં બેરોજગારી દર ૫.૨ ટકા હતો જે ફેબ્રુઆરીમાં છ ટકાથી ઉપર પહોંચી ગયો છે.
અર્થવ્યવસ્થાના પડકારને જોઇને ચીનની કેન્દ્રીય બેંકે પીપુલ્સ બેંક ઓફ ચાઇનાએ ૧૪.૮ અરબ ડોલરના રાહત પેકેજનું એલાન કર્યું છે. જેનાથી બજારમાં રોકડ વધશે અને લોન સસ્તી થશે.