મુખ્ય સમાચાર
News of Thursday, 19th March 2020

નિર્ભયા કેસ

પવનનો દાવ ફરી ફેઇલ : સગીર હોવાની દલીલને કોર્ટે ફગાવી

નવી દિલ્હી તા. ૧૯ : સુપ્રીમ કોર્ટે નિર્ભયાના દોષિત પવન ગુપ્તાની કયુરેટિવ પિટિશન નકારી દીધી છે. કોર્ટે વારદાતના સમયે પવન સગીર હોવાની દલીલને ઠુકરાવી દીધી છે. તેની સાથે જ પવનનો છેલ્લો દાવ ફેલ થઇ ગયો છે. ગઇકાલે ચારેય દોષિતોને ફાંસીની સજા થવાની છે.

પવનની તરફથી મંગળવારના રોજ ફરી સુપ્રીમ કોર્ટમાં કયુરેટિવ પિટિશન દાખલ કરાઇ હતી. પવનની તરફથી કહેવાયું છે કે આ ઘટનાના સમયે સગીર હતો એવામાં તેની ફાંસીની સજા નકારવામાં આવે. જો કે સુપ્રીમ કોર્ટે તેની સગીર હોવાની દલીલ પહેલાં જ રદ્દ કરી ચૂકયા છે. આ બાબતે રિવ્યુ પણ દાખલ કરાઇ હતી તો રદ્દ થઇ ચૂકી છે.

જસ્ટિસ એન.વી.રમણના નેતૃત્વમાં ૬ જજોની એક બેન્ચે તેની અરજી દાખલ કરતાં કહ્યું કે આ કોઇ કેસ બનતો નથી. બેન્ચે કહ્યું કે મૌખિલ સુનવણીનો અનુરોધ રદ્દ કરાય છે. અમે કયુરેટિવ પિટિશન અને સંબંધિત દસ્તાવેજો પર ધ્યાન આપ્યું. અમારા મતે આ કોઇ કેસ બનતો નથી.આથી અમે પિટિશન રદ્દ કરીએ છીએ. બેન્ચમાં જસ્ટિસ અરૂણ મિશ્રા, જસ્ટિસ આર.એફ.નરીમન, જસ્ટિસ આર.ભાનુમતિ, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ આર.એસ.બોપન્ના પણ સામેલ હતા.

૫મી માર્ચના રોજ એક નીચલી કોર્ટે મુકેશ સિંહ (૩૨), પવન ગુપ્તા (૨૫), વિનય શર્મા (૨૬) અને અક્ષય કુમાર સિંહ (૩૧)ને ફાંસી આપવા માટે નવું ડેથ વોરંટ રજૂ કર્યું હતું. ચારેય દોષિતોને ૨૦મી માર્ચના રોજ સવારે ૫.૩૦ વાગ્યે ફાંસી અપાશે. તમામ દોષિત પોતાના તમામ કાયદાકીય અને સંવૈધાનિક વિતલ્પોનો ઉપયોગ કરી ચૂકયા છે અને તેમના બચવાના લગભગ તમામ રસ્તા બંધ થઇ ચૂકયા છે

સુપ્રીમ કોર્ટમાં એક વખત ફરી ઝાટકો લાગ્યા બાદ પવનના વકીલ એપી સિંહે કહ્યું કે સુપ્રીમ કોર્ટ હાઇકોર્ટમાં બધા કામ બંધ છે, પરંતુ એ નથી થઇ રહ્યું કે ફાંસીની સજા પર પ્રતિબંધ લગાવામાં આવે. આ ખૂબ જ દુઃખદ વાત છે. આ બધું પ્રેશરમાં થઇ રહ્યું છે. આ જે કંઇ પણ નિર્ણય છે, તેને અમે આગળ જોઇશું. બીજીબાજુ નિર્ભયાના માતા આશા દેવીએ કહ્યું કે આજની ડેટમાં તેમની કોઇ અરજી બાકી નથી. આ ફાંસીને ટાળવાની કોશિષ છે. અમારી કોર્ટોને તેની હકીકત ખબર પડી ગઇ છે. આવતીકાલે ૫.૩૦ વાગ્યે આ હવે ફાંસી પર લટકશે. આવતીકાલે નિર્ભયાને ન્યાય મળશે અને ચોક્કસ મળશે.

એપી સિંહે અટપટા અંદાજમાં નિર્ભયાના દોષિતોને ફાંસીને કોરોના વાયરસ સંક્રમણથી જોડી દીધો. તેમણે કહ્યું કે કુદરત કહી રહી છે કે જો દોરડું ખરીદશું ફાંસીએ ચઢાવા માટે તો માસ્ક વધારવા પડશે. એક દિવસ એવું થશે કે માસ્કથી પણ સારવાર થશે નહીં. આથી હું કહી રહ્યો છું કે કુદરતને માનો. આવું ના કરો.

(4:03 pm IST)