ભેંસ ચોરવા આવ્યા હતી ચોર ટૂકડી, પણ ઘરની મહિલાને ઉઠાવી ગયા
મઉ, તા.૧૯: ઉત્તર પ્રદેશના મઉ જિલ્લામાં ભેંસ ચોરી કરવા આવેલી એક ટૂકડીએ વિરોધ કરવા બદલ ઘરની મહિલાને ઉઠાવીને લઈ ગયા. જોકે, પકડાઈ જવાના ડરના કારણે તેઓ મહિલાને ઈન્જેકશન આપીને ગામની થોડે દૂર મૂકીને જતા રહ્યા હતા. ત્યારબાદ મહિલાના પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી દીધી છે અને હાલમાં આરોપીઓની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે.
જિલ્લાના સમનપુરા ગામના રહેનારા વ્યકિતના ઘરે ચોરની એક ટૂકડી પહોંચી હતી. તેમના દ્યરના દરવાજા આગળ બાંધવામાં આવેલી ભેંસને ખોલી રહ્યા હતા. જોકે, આ દરમિયાન અવાજ આવતા ઘરની માલકણ જાગી ગઈ હતી. તેમણે જયારે ચોર ટૂકડીનો વિરોધ કર્યો તો ચોર લોકોએ તેને પકડી લીધી હતી. બાદમાં તેનું મોઢુ બંધ કરીને તેને પોતાના વાહનમાં લઈને જતા રહ્યા હતા. થોડી વાર બાદ દ્યરના અન્ય લોકો પણ જાગી ગયા. પરિવારને જયારે ખ્યાલ આવ્યો કે સમગ્ર મામલો સમજી ગયા હતા અને મહિલાની શોધખોળ આદરવામાં આવી હતી.
જોકે, થોડી વાર બાદ બે કિલોમીટર દૂર કૂડવા સત્તર ગામની નજીક ચોર મહિલાને ફેંકીને જતા રહ્યા હતા. પીડિતાના જણાવ્યા પ્રમાણે ભેંસને છોડવામાં નિષ્ફળ રહ્યા બાદ ચોર ટૂકડી મહિલાનું મોઢુ દબાવીને તેને વાહનમાં લઈને જતી રહી હતી અને બાદમાં બેભાન થવાનું ઈન્જેકશન આપી દીધું હતું. હાલમાં પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.