કોરોનાનો કહેર
દેશમાં નવા ૨૮ કેસ : કુલ દર્દીઓ ૧૭૦
ચંડીગઢમાં ૨૩ વર્ષની મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો

નવી દિલ્હી તા. ૧૯ : ભારતમાં પણ રોજબરોજ કોરોનાના કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ભારતમાં અત્યાર સુધી ૨૮ નવા કેસની સાથે કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા ૧૭૦ને પાર થઈ છે. તેલંગાણામાં ૮ વધુ કેસ નોંધાયા છે. તો રાજસ્થાન અને કર્ણાટકમાં પણ ૩-૩ કેસ સામે આવ્યા છે. દિલ્હી અને યૂપીમાં પણ ૨-૨ કેસ નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોનાના કારણે ૩ લોકોના મોત નીપજયા છે. ચંડીગઢમાં ૨૩ વર્ષની મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
ચંડીગઢના સેકટર ૩૨ના જીએમસીએચમાં એડમિટ કરાયેલા કોરોનાના દર્દીનો રિપોર્ટ ગઈકાલે મોડીરાત્રે પોઝિટિવ આવતાં ખળભળાટ ફેલાયો છે. સ્વાસ્થ્ય વિભાગના અનુસાર પીજીઆઈના વાયરોલોજી ડિપાર્ટમેન્ટનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આ મહિલા રવિવારે સવારે જ ઈંગ્લેન્ડથી પાછી આવી હતી. શરદી-ખાંસીની ફરિયાદના આધારે તેને સોમવારે એડમિટ કરવામાં આવી હતી. જો કે હાલમાં તેની સ્થિતિ સામાન્ય છે.
ભારતમાં પણ રોજબરોજ કોરોનાના કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ભારતમાં અત્યાર સુધી ૨૮ નવા કેસની સાથે કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા ૧૭૦ને પાર થઈ છે. તેલંગાણામાં ૮ વધુ કેસ નોંધાયા છે. તો રાજસ્થાન અને કર્ણાટકમાં પણ ૩-૩ કેસ સામે આવ્યા છે. દિલ્હી અને યૂપીમાં પણ ૨-૨ કેસ નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોનાના કારણે ૩ લોકોના મોત નીપજયા છે.
જીએમસીએચ ૧૬માં એડમિટ ૨ વ્યકિતઓના કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. જેના કારણે તેઓએ રાહતનો શ્વાસ લીધો હતો. એક મહિલા દિલ્હીથી આવી હતી અને અન્ય એક મહિલા શારજહાંથી આવી હતી. બંનેને શરદીની ફરિયાદ હતી અને તેમનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ બંનેને ઘરે મોકલી દેવામાં આવ્યા હતા.
ખાદ્ય અને સુરક્ષા અધિકારીઓની ટીમ કોરોનાને લઈને ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ગ્રાહકો અને કર્મચારીઓને સંક્રમણથી બચાવવા માટેના ઉપાયોમાં રેસ્ટોરન્ટ, ખાદ્ય વેડિંગ પ્રતિષ્ઠાનોને સ્વાસ્થ્ય, પરિવાર કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર દ્વારા આપવામાં આવેલા નિર્દેશો જાહેર કરાયા છે. તેમને રિસેપ્શન કાઉન્ટર પર એક સ્ટેન્ડ મૂકવાની સલાહ આપવામાં આવી છે. જેનાથી મોટા પાયે લોકોને જાગૃત કરવાનું કહેવામાં આવ્યું છે.
કોરોના વાયરસને રોકવા માટે તકેદારી રાખતા બુધવારે જિલ્લા અદાલતમાં ગ્રાહકોનો પ્રવેશ બંધ રહ્યો હતો. આ માટે જિલ્લા કોર્ટના દરવાજા પર પાંચથી છ પોલીસકર્મીઓ તૈનાત હતા. તેમજ લોકોને જાગૃત કરવા માટે કેટલાક વકીલો પણ ગેટ પર હાજર હતા. દરવાજા પરથી જ ગ્રાહકો પાછા મોકલવામાં આવ્યા હતા. જામીન મામલાની જરૂરી સુનાવણી કરવામાં આવી હતી. આ ઉપરાંત હાઈકોર્ટના નિર્દેશ મુજબ કોર્ટમાં ઓછી ભીડ હતી. તમામ બાબતો આગામી તારીખ સુધી મુલતવી રાખવામાં આવી છે.
ચંદીગઢ વહીવટીતંત્રે કોરોના વાયરસના વધતા જતા જોખમને ધ્યાનમાં રાખીને સુખના તળાવ પર બોટિંગ બંધ કરી દીધી છે. ૩૧ માર્ચ સુધી તળાવ પરના પ્લે વિસ્તારને બંધ રાખવા ઓર્ડર પણ આપવામાં આવ્યા છે. આ સિવાય બસો પરની હોપ ઓફ-હોપ પણ થોડા દિવસોથી બંધ છે. આ ઉપરાંત ૩૧ માર્ચ સુધીમાં તમામ શોપિંગ મોલ, થિયેટરો, કોચિંગ સેન્ટરો, જીમ, સ્વીમીંગ પુલ, ડિસ્કોટેક, પબ, બાર, વીડિયો ગેમિંગ સેન્ટરો અને સ્પા સેન્ટરો, જાહેર કાર્યક્રમો, શહેરના જાહેર સમારોહ વગેરેને બંધ કરવાના આદેશો જારી કરવામાં આવ્યા છે. ૧૦૦ લોકોના એકઠા થવા પર પ્રતિબંધ છે.